________________
ર૪ર
संवच्छरेणा वि य एगमेगं, पाणं हणंता समणव्वसु आयाहिए सेपुरिसे अणज्जे, ण तारिसे જેવલિનો માત ॥ ૧૪ ॥
હવે આ ક કુમાર હસ્તિ તાપસાને સમજાવીને તેના ઉપદેશકના ઢાષા બતાવે છે, વરસે પણ એક જીવ હણવાનું જે શ્રમણ યતિઓ જે સાધુના મહાવ્રતામાં રહયા છે તેઆજ જે હણવાનુ ખતાવે છે, તે ઉપદેશકે અનાય છે, કારણ કે સર્વ જીવાના રક્ષક તેમને જીવ હણવાનુ કાર્ય નિંદનીય છે, તથા તેઓ આત્માને તથા પરને અહિત કરનારા છે, (આમાં બહુ વચનના પ્રયાગ છે, તે બધા ઉપદેશકો આશ્રચી ઋષિઓએ લીધા છે માટે દ્વેષ નથી ) પણ કેવળી ભગવતા તેવા એક પણ જીવની હિંસાના ઉપદેશ આપતા નથી, કારણ કે એક પ્રાણીના વરસે ઘાત કરે તેા પણ તેના માંસમાં આશ્રય લઇને રહેલા કે ( ઉત્પન્ન થયેલા ) તે માંસને રાંધતાં સ્થાવર કે જંગમ જીવા હાય તે બધાના નાશ થાય છે, તે તમારા ઉપદેશકાએ એક પ્રાણીના વધના ઉપદેશ કરતાં ધ્યાનમાં લીધા નથી, વળી તે પણ નિરવદ્ય ઉપાય માધુકરી ( ગોચરી વૃત્તિના પણ દેખ્યા નથી, તેથી તેઓ કેવળજ્ઞાની તેા નથી, પણ વિશિષ્ટ વિવેકથી પણ રહિત છે, હવે તે હસ્તિ તાપસાને સમજાવી આગળ પ્રભુ પાસે આર્દ્ર કુમારને જતા જોઇ તેમના ઉત્તમ ગુણો અને દુધથો