________________
ર૪ર ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. હવે પ્રથમના અધ પક્ષના વિભાગનું વિશેષણથી વર્ણન કરે છે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ એમ ચારે દિશામાં મનુષ્ય હોય છે, અને તેમાં મુખ્યત્વે ગૃહસ્થ જ હોય છે, જેમની મોટી ઈછા તે રાજ્ય વૈભવ અને પરિવાર વિગેરેની છે, તે સર્વેથી શ્રેષ્ઠ મને મળે એવી ઈચ્છા અંત:કરણની પ્રવૃતિ (અભિલાષા) હોવાથી તેઓ મહેચ્છા કહેવાય છે, અને તે મેળવવા ખાતર મહાન આરંભ કરનારા અને ઉંટ ઘેડા હાથીઓનાં કે બીજા જાનવરોનાં ટેળાં રાખે છે, તથા ગાડી ગાડાં ફેરવે છે, વળી ખેતીને માટે સાંઢ બળદ વિગેરેનાં પિષણ કરે છે, તેથી તેઓ મહારંભી છે, વળી તે બધાને ખાતર માટે પરિગ્રહ ધન ધાન્ય પગાં તે માણસ પગા જાનવર ઘર ખેતર વિગેરે રાખનારા છે, અને તેનાથી કદી પણ છૂટતા નથી, તેથી તેઓને અધર્મથી ચાલવું પડે છે, તેથી અધમ છે, તથા પાપનાં કાર્યોમાં અનુમોદન કરવું પડે તેથી અધર્મ અનુજ્ઞાવાળા છે, વળી નિર્દયતાથી કામ કરાવે માટે અધર્મિષ્ઠ છે, અધર્મનું વર્ણન કરે, તેથી તે અધર્મ ખ્યાતા છે, વળી તેઓનું જીવન અધર્મમાંજ પાયે લાગેલું હોય છે, વળી તેઓ લોભ વશથી અધર્મનેજ (હાથ મારવાનું) શોધતા હોય છે. તે વળી બાહ્ય આડંબરનું સુખ મળતું હોવાથી તેમાં રાજી હોવાથી અધર્મમાં પ્રરક્ત છે, (ર અને લ તે એક અર્થ છે) તથા અધર્મનું શીલ-સ્વભાવ હોય છે, કે કોઈપણ