________________
૭૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. સમાધિ છે, જેમકે દૂધ સાકર દહીંને ખાંડ (ગળમાંથી મેલ કાઢે તે ખાંડ છે) તથા ચાતજાતક (ચાર જાતિને સમૂહ તે મીઠું મરચું ધાણાજીરાને મસાલો? વિગેરે શાક વિગેરેમાં નખે છે) વિગેરે છે, અથવા જે દ્રવ્ય ખાધાથી પીધાથી કે ચોપડવાથી સમાધિ (શાંતિ) થાય તે દ્રવ્યને દ્રવ્ય સમાધિ કહે છે, અથવા તેળવાના કાંટે ચડાવતાં બંને બાજુ સમાન થાય તે દ્રવ્ય સમાધિ છે, ક્ષેત્ર સમાધિ જેને જે ક્ષેત્ર (હવા ખાવાને સ્થળ) માં રહેવાથી સમાધિ (શાંતિ-શકિત) થાય, તેમાં ક્ષેત્ર પ્રધાન્ય હેવાથી ક્ષેત્ર સમાધિ છે, અથવા જે ક્ષેત્રમાં સમાધિનું વર્ણન કરીએ તે ક્ષેત્ર સમાધિ છે. કાળ સમાધિ પણ જે કાળને આશરી સમાધિ થાય, જેમ ઢેરેને આ મહિને, ઘુવડને રાત, કાગડાઓને દહાડે, અથવા જેને જેટલે કાળ સમાધિ રહે, અથવા જે કાળમાં સમાધિનું વર્ણન કરીને તેમાં કાળ મુખ્ય હેવાથી કાળ સમાધિ છે.
ભાવ સમાધિ કહે છે– भाव समाहि चउनिह देसण णाणे तवे चरित्ते य । चठमुवि समाहियप्पा संमं चरणडियो साहू ॥१०६।।
ભાવ સમાધિ દર્શન જ્ઞાન તપ ચારિત્ર ભેદથી ચાર પ્રકાર છે, તે ચારે પ્રકારની સમાધિ અડધી ગાથામાં