________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
બંધાઈ ગયું હોય તો સાત પછી બાંધવાનું હોય તે આઠ) કારણ કે આયુ એકજવાર બંધાય છે. બીજી પ્રકૃતિમાં બંધ પડી વધારે થાય છે. માટે હસવું નહિ, તે માટે સંસારી ક્રીડામાં ઉત્સુક્તા ન બતાવવી. अणुस्सुओ उरालेसु जयमाणो परिवए । चरियाए अप्पमत्तो पुढोतस्थाहियासए ॥सू.३०॥
વળી ઉદાર તે ચક્રવત્તિ વિગેરેના મનહર શબ્દો વિગેરેમ તથા બીજી ઇદ્રિના કામ ભેગે તે વસ્ત્ર દાગીના ગીત ગંધર્વ યાન વાહન વિગેરે તથા આજ્ઞા ઐશ્વર્ય વિગેરે દેખીને કે સાંભળીને તેમાં ઉત્સુકતા ન ધરાવે, (પાતરમાં) ન નિશ્રિતે નિશ્ચિતઃ અપ્રતિબદ્ધ રહે, સંયમ સ્થાનમાં યતના કરતે મૂળ ઉત્તર ગુણેમાં ઉદ્યમ કરે, સંયમ પાળે, તથા ભિક્ષાચર્યામાં અપ્રમત્ત રહે, આહાર વિગેરેમાં પૃદ્ધ ન થાય, તથા પરિસહ ઉપસર્ગો ફરસે (આવે, ત્યાં અદીન (હિંમત ધારી) મનવાળો બનીને કર્મની નિર્જરા માનીને સહે. हम्ममाणो ण कुप्पेज्ज, बुच्चमाणो न संजले । सुमणे अहियासिज्जा ण य कोलाहलं करे।सृ.३१।
પરિસહ ઉપસર્ગોને સહન કરવાનું બતાવે છે, લાકી સુકી લફટ લપેટ) વિગેરેથી મારતાં પાયમાન ન થાય,