________________
[૫૧
નવમું' વીય. અધ્યયન,
ततस्तेनार्जितैर्द्रव्यैर्दारश्च परिरक्षितैः । कीडत्यन्ये नरा राजन हृष्टा स्तुष्टा ह्यलंकृताः ॥ (કાઇ રાજાને ગુરૂ બેષ આપે છે.) કે હું રાજન્ ! જેણે દ્રવ્ય મેળવ્યું હાય, અને તે દ્રવ્યથી સુંદર સ્ત્રી એકઠી કરી હોય, તેમની સાથે તેના મરણ પછી બીજા પુરૂષો માલિક થઇને ખુશ થયેલા પ્રસન્ન થયેલા દાગીના પહેરીને માજ ઉડાવે છે, (સંસારી બધી રમણીય વસ્તુને સઘરનારા સંઘરે, તેના મરણ પછી વિષય લેાલુપીએ તેની વસ્તુઓના દુરૂપયોગ કરે છે) અને મરવા પછી તે દ્રવ્ય મેળવતાં કરેલાં પાપ કૃત્યાથી પાપી પાતાનાં કૃત્યોથીજ દુર્ગતિમાં પીડાય છે, હવે પેાતાના સગાં વહાલાં તેનું ધન વાપરનારાં તેના રક્ષણ માટે કામ લાગતાં નથી તે ખતાવે છે. माया पियाण्डुसा भाया, भज्जा पुताय ओरसा । नालं ते तवताणाय लुप्तस्स सकम्मुणा । . ५ |
મા (જન્મ આપનારી) પિતા-ખાપ; છેાકરાની વહુ, ભાઇ, પત્ની, પેાતાનાથી જન્મેલા દીકરા આ સિવાય સસરા, સાસુ વિગેરે તને તારાં પાપ કૃત્યથી દુર્ગતિમાં જતાં દુ:ખ ભાગવતાં બચાવવા સમર્થ થતાં નથી, અહીં દષ્ટાંત કહે છેકે કાલસોકરિક કસાઇ, જે પાંચસો પાડા મારતા, અને સુલસ તેના દીકરા અભય કુમારના પરમ દયાળુ