________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૪૩
અન જિનેશ્વર દેવ સર્વજ્ઞ હોય, અને બુધ (ગૌતમ બુદ્ધ) સર્વજ્ઞ નથી તેનું શું પ્રમાણ છે? અથવા તે બંને સર્વજ્ઞ હોય તે પણ તેમનામાં મતભેદ કેમ છે? તે શંકાનું જૈનાચાર્ય નિવારણ કરે છે, અનીદશ-બીજા જે નહિ પણ. તેથી ઘણું વધારે જાણનાર અને કહેનાર છે અને છે, તેવા ત્યાં બૌદ્ધદર્શન વિગેરેમાં નથી, તે બૌદ્ધ દ્રવ્ય અને પર્યાયે સ્વીકારતા નથી, તે બતાવે છે, શાક્યમુનિ બધું ક્ષણિક ઈચ્છીને પર્યાયોને ફક્ત ઈચ્છે છે, પણ દ્રવ્ય માનતા નથી, અને તેમના માનવા પ્રમાણે તે દ્રવ્ય વિના પર્યાય બીજ વિનાના હોવાથી તેમને પણ અભાવ થશે (કારણ કે દ્રવ્ય હોય તેના પર્યાયે થાય) એથી પયાને તેઓ જે છે તે તેમણે ઈછા વિના પણ તેના આધારભૂત દ્રવ્યને ઈચ્છવું જોઈશે, પણ તે દ્રવ્યને ઈચ્છતા નથી, તેથી તે સર્વજ્ઞ નથી, તેમ અપ્રચુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવવાળા દ્રવ્ય એકલાને માનવાથી પ્રત્યક્ષ દેખાતા અર્થ કિયામાં સમર્થ એવા પર્યા
ને ન માનવાથી પર્યાય રહિત દ્રવ્યને પણ અભાવ થવાથી (ખાટું માનનારા) કપિલ પણ સર્વજ્ઞ નથી, તથા ક્ષીરદક (દૂધ પાણી) જેમ અભિન્ન છે, તેમ દ્રવ્ય પર્યાય અભિન્ન છતાં બંનેમાં જુદાપણું માનવાથી ઉલુક પણ સર્વજ્ઞ નથી, અને તે જૈનેતર અસર્વજ્ઞ હેવાથી તેમનામાં કોઈ પણ અનન્ય સદશ અર્થના એટલે દ્રવ્ય પર્યાય એ બંનેનું સ્વરૂપ બતાવનારા નથી, એથી એ સિદ્ધ થયું કે અહંન