________________
૩૪૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
તે પુરૂં જ્ઞાન હોય ત્યારે થાય છે એથી તેને ઉપદેશ કરે છે, સર્વ–અતીત અનાગત અને વર્તમાન એ ત્રણે કાળના ભાવથી દ્રવ્યાદિ ચતુષ્કના સ્વરૂપને તેને દ્રવ્ય અને પર્યાયે બતાવવાથી જે માને છે અને જાણે છે. અર્થાત તે બધું સમજે છે અને પોતે જાણ્યા પછી યોગ્ય વિશિષ્ટ ઉપદેશ દેવા વડે સંસારથી પાર ઉતારવાથી સર્વ પ્રાણુને તે રક્ષક-રક્ષા કરવાના સ્વભાવવાળો છે (અથવો અય વય પય મય ચય તય ણય આ ધાતુઓ ગતિ વાચક હોવાથી ધાતુને ઘ પ્રત્યય લાગવાથી તમ્ ધાતુને તાય થાય છે. તે તાય જેને છે તે તાયીરક્ષક છે, અથવા બધા ગતિ અર્થવાળા ધાતુઓ જાણવાના અર્થમાં પણ વપરાય છે તેથી સામાન્ય પરિછેદક (જાણ નાર) છે. તે માને છે વિચારે છે એથી કંઈ વિશેષ છે તેથી આ શબ્દ વડે તે પુરૂષ બધું કહેનારો અને પાળનાર સર્વજ્ઞ અને સર્વદશી છે એમ નકકી થાય છે, કારણ કે કારણ વિના કાર્ય નથી થતું એથી બતાવીએ છીએ કે દર્શનાવરણીય મધ્યમાં છે માટે તેની આજુબાજુના શબ્દ લઈએ તે ઘાતકર્મ ચતુષ્ક એ ચારેને અંત કરનાર તે કેિવળજ્ઞાની જાણવા. अंतए वितिगिच्छाए से जाणति अणेलिस। अणोलिसस्स अक्खायाण से होइतहिं तहिं।।