________________
૩૦૬]
સૂયગડાંગસૂત્ર ભાગ ત્રીજે. वणंसि मूढस्स जहा अमूढा
.... मग्गाणुसासंति हितं पयाणं तेणेव (तेणावि) मझं इणमेव सेयं
जं मे बुहा समणुसासयंति ॥१०॥ સૂ. અ.—-જેમ અટવીમાં ભૂલેલાને ડાહ્યા માણસે ખરો રસ્તે બતાવે છે તેમ ભૂલતા સાધુને કઈ હિતની વાત કહે તે તેણે ક્રોધ ન કરતાં વિચારવું કે આ ડાહ્યા માણસે મને સીધે રસ્તે ચડાવી મારું કલ્યાણ કરે છે,
ટી. અ–આ મતલબનું દષ્ટાન્ત આપે છે, ગહનવનભયંકર અટવીમાં દિશાની ભૂલવણીથી મતિ મુંઝાતાં કુમાર્ગ ચડેલાને દયાળ મનવાળા અને સાચા જુઠા રસ્તાને જાણ નારા હોય છે તેવા ભોમીયા માણસો કુપો કરીને રસ્તા ભૂલેલાને સીધે રસ્તે ચડાવે, તેવાં સારા માઠાને વિવેક સમજનારાથી પિતાને ખરે રસ્તે મળવા બદલ પિતાનું ભલું માને, તેમને ઉપકાર માને) તેમ આપણને ભૂલતાં કોઈ ઠપકે આપે તે તેના ઉપર ગુસ્સે ન થવું, પણ આ મારા ઉપર ઉપકાર કરે છે તેમ માનવું કે આ ડાહ્યા પુરૂષો મને સીધે રસ્તે ચડાવે છે, જેમ દીકરાને બાપ સારે રસ્તે ચડાવે તેમ આ ઉપકારી પુરૂષે મારું કલ્યાણ કરે છે,