________________
૨૬૬]
સૂયગડાંગ સત્ર ભાગ ત્રોજે. - કૂટ–ફસે જાળ, તેમાં બંધાયેલ-પકડાયેલ મૃગ વિગેરે પરવશ થઈ એકાંત દુઃખ ભેગવે છે, તેમ માની સાધુ પિતાના અનુયાયીઓના સ્નેહથી અનેક પાપ કરીને) સંસાર ચકવાલમાં ભમે છે, અથવા તેમાં અનુકૂળ આવવાથી ખુબ લીન થાય છે, તેથી અનેક પ્રકારે સંસારમાં ભમે છે, તુ અવ્યયથી જાણવું કે તે સુંદર સ્ત્રીઓના ગાયન વિગેરેથી કામાંધ બનીને મેહથી મોહિત થયેલ બહુ પીડાવાળા સંસારમાં ડુબે છે, આવે મૂઢ સાધુ મુનિ માર્ગના મૈનપદ (સાધુ ધર્મ)માં અથવા સર્વરે કહેલા માર્ગમાં ચાલી ન શકે, હવે સર્વજ્ઞ માર્ગને બતાવે છે, ગા વાણી, તેને બચાવે, પાળે, તે ગોત્ર અથવા પદાર્થનું સ્વરૂપ બરાબર બતાવે, તે બધા આગમને આધાર ભૂત છે, એવું મુનિઓનું પદ છે, તેમાં તે સાધુ ન ટકી શકે, અથવા ઉંચા ગેત્રને જેને અહંકાર હોય તે અભિમાની સાધુ સાધુધર્મને ન પાળી શકે, વળી જે માનન પૂજન-સત્કાર તેને માટે પિતાની બડાઈએ હાંકે, અર્થાત્ જે લાભ પૂજા સત્કાર વિગેરેથી મદ કરે, તે પણ સર્વ પદ (માર્ગમાં ન ટકી શકે, તથા વસુદ્રવ્ય તે અહીં સંયમ જાણ, તે મેળવીને તેમાં જ્ઞાન તપ વિગેરેથી અહંકારી બની પરમાર્થ (મોક્ષ)ને ન જાણતો ફૂલાય છે, તે બધાં શાસ્ત્રી ભણીને તેને અર્થ જાણુને પણ વીતરાગને માર્ગ પરમાર્થથી નથી જાણતે (ભયે પણ ગણે નહિ)