________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
(૧૩૭ નામને છે તેથી પર્યન્ત-અતિર-(વેગળે) વર્તે છે, તે બધા અને જાણવા. ते य बीओदगं चेव, तमुहिस्साय जं कडं । भोचा ज्झाणं झियायंति,अखेयन्ना समाहिया।॥२६॥
તે અજેને ભાવ સમાધિથી શા માટે દૂર રહે છે? તેને ઉત્તર આપે છે, તે બૌધ વિગેરેના સાધુઓ જીવ અજીવને ભેદ ન જાણવાથી કમેદ ઘઉં વિગેરેનાં બીજ (અનાજ) તથા કાચું ઠંડું પાણી તથા તેના ભકતે તેમના માટે રાંધીને જે આહાર વિગેરે આપે છે, તે બધું અવિવેકી પણાથી લેઈ ખાઈને વળી સાત (સુખ) મળવા બદલ અહંકારવાળા મનથી સંઘના ભજન વિગેરેની ક્રિયા માટે આર્તધ્યાન કરે છે, કારણ કે આ લેના સુખના અભિલાષીએને દાસી, દાસ, ધન, ધાન્ય વિગેરેને પરિગ્રહ ધારવાથી ધર્મ ધ્યાન હેતું નથી, તે કહે છે.
ग्रामक्षेत्रगृहादीनां गवां प्रेष्य जनस्य च । यस्मिन् परिग्रहो दृष्टो ध्यानं तत्र कुतः शुभं ॥१॥ ગામ, ખેતર, ઘર વિગેરે તથા ગાયે ઘાસ વિગેરેને જેમને પરિગ્રહ હોય, તેમને તે બધાની ચિંતામાં) શુભ ધ્યાન કયાંથી હોય?