________________
દ્વેષ ન કરતાં સંસારથી પોતે મુકત થાય છે, તે ઉપદેશ થાય છે.
૧૩ માથાત જેવું નિર્મળ સ્પષ્ટ બેલવું તેવું આદરવું અને કેઈને દુઃખ ન દેવું તે આ અધ્યયનમાં બતાવ્યું છે.
૧૪ ગ્રંથ નામનું અધ્યયન છે, તેમાં રોકડ નાણું કે અંદર ક્રોધ વિગેરે સાધુ ન રાખે, ફકત શાસ્ત્ર ભણવું અને તપ કરે તે સાધુ જ બીજાને સમાધિ કહેવા યોગ્ય છે.
૧૫ આદાન-જ્ઞાનદર્શન ચારિત્ર જે આત્માના ગુણો છે તેને ગ્રહણ કરવા તેથી તે મેક્ષમાં જાય છે કે વૈમાનિક દેવ થાય
* ૧૬ પૂર્વનાં પંદર અધ્યયનને સાર કહ્યો છે, તેમાં માહણ શ્રમણ અને ભિક્ષુ અને નિગ્રંથ કેવા હોય છે તે અહીં બહુ સારી રીતે બતાવ્યું છે. ( આ પ્રમાણે મુખ્યત્વે સાધુ સાધ્વીને ઉદ્દેશીને તેમનો સમય આનંદમાં જાય માટે આ અધ્યયનમાં વિદ્યાનંદ અને આત્માનંદ સાથે બતાવ્યાં છે, પણ ગૃહસ્થ જૈનો કે અજૈને પણ જો આ સંભાળીને વાંચશે તે તેમને ઘણું બધું મળશે, ખરી રીતે તે આ ત્રીજો ભાગ હિતશિક્ષારૂપ જ છે.
એકલા સૂત્રનું બીજે ભાષાંતર છપાયેલ છે, તે સ્થાનકવાસીમાં વધારે વંચાય છે, મૂર્તિપૂજકામાં ટે ભાગે ટીકા વંચાય છે. આ ટીકા કઠણ હોવાથી તેને ઉપગ બહુ ઓછી કરે છે. એટલે જોઈએ તેવો આ તત્વ ગ્રંથને પ્રચાર થતું નથી, શ્રાવકોને મુખ્યત્વે ચરિત્ર અને કથા ગ્રંથ ઉપર ભાવ હોવાથી તે વાંચે છે પણ જે આવા ગંભીર અર્થવાળાં સૂત્રો વાંચે તે ઘણે લાભ થાય, તેથી જ આ ગુજરાતી ભાષાંતર કર્યું છે, અને શાતિથી વાંચી તેઓ જે તેને વિશેષ પ્રચાર કરશે તે સૂયગડાંગ સૂત્રનું બાકીની ટીકાનું ભાષાંતર પણ પ્રકટ થશે.