________________
દસમું સમાધિ અધ્યયન.
[૧૦૩
મારું છે મારૂ છે હું એને સ્વામી છું એમ માનીને સાહસ મૂર્ખાઈ કરે તે સાહસકારી વાણીયાને દષ્ટાન્ત કહે છે, તેણે પરદેશથી ધન કમાઈ આવીને રત્નને લઈને રાજાદાણ ન લે તેમ ચાર ન ચારે પિતરાઈ ભાગ ન માગે એ સારૂ ઉજેણી નગરીની બહાર પડે રહે, અને વિચાર્યું કે વખત જોઇને રાતે ગમે તેમ પેસી જઈશ પણ વિચારમાં ને વિચારમાં રાત પુરી થઈ ત્યાં સુધી પણ ન પેઠે, તેથી સવારમાં પેસતાં દાણચોરી કરવાનું સાહસ કરતાં તેની લુચ્ચાઈને બદલે વાળવા બધાં એ રત્ન રાજપુરૂષેત્રે પડાવી લીધાં, તેમ આ સંસારમાં બીજો કેઈપણ માણસ શું કરવું, શું કરવું એમ આકુળ થયેલ આયુક્ષય થાય તે ન જાણતે પરિગ્રહ અને આરંભમાં રક્ત થઈને સાહસકારી (મહા પાપી) થાય, તથા કામ ભેગમાં રક્ત બનીને દહાડે રાત દ્રવ્ય મેળવવા ચિંતામાં પડેલ “મમ્મણ શેઠ માફક આર્તધ્યાન કરીને કોયા વડે હાય હાય કરે (માથાં કે છાતી પણ દુઃખથી કુટે) તે કહે છે.
अजरामरवद् बालः क्लिश्यते धनकाम्यया। शाश्वतं जीवितं चैव, मन्यमानों धनानि च ॥१॥
બાલ-અજ્ઞાન અવિવેકી ઘનની વાંછાથી દુઃખ પામે છે, તે જીવિત અને ધનને શાશ્વત (નિરંતર રહેનારું) માને છે, તેવી રીતે આતાનમાં પડેલે વિચારે છે કે —