________________
૨૦૦.
સૂયગડાંગસૂત્ર
કેવળજ્ઞાન જેને અનંત છે, અથવા અનંતકના પદાર્થને પ્રકાશવામાં ચક્ષુ જેવા હેવાથી તે અનંતચક્ષુવાળા પ્રભુ છે, તથા સૂર્ય બધાથી વધારે તપે છે, પણ તેનાથી કોઈ અધિક નથી, એમ આ પ્રભુ જ્ઞાનથી સર્વોત્તમ છે, તથા વૈરોચન તે અગ્નિ છે, તેમજ ઇંદ્ર માફક જાજવલ્યમાન છે, તથા અંધારૂ દૂર કરીને જેમ અગ્નિ (દી) પ્રકાશે, તેમ અજ્ઞાન અંધકાર દૂર કરીને મહાવીર પ્રભુ યથાવસ્થિત પદાર્થને પ્રકાશે છે. તે ૬ अत्तरं धम्ममिणं जिणाणं, णेया मुणी कासव आसुपन्ने । ईदेव देवाण महाणुभावे, सहस्सणेता दिवि णं विसिहे ॥सू.७॥
રૂષભદેવથી મહાવીરજિન સુધીના તીર્થંકરને ઘમ અનુત્તર છે. વળી મુનિ શ્રી વર્ધમાનસ્વામી કાશ્યપગેત્રના છે, તેઓ આ શુ પ્રજ્ઞાવાળા અર્થાત્ કેવળજ્ઞાની છે, અને દિવ્યકેવળજ્ઞાન ઉત્પન્ન થએલું હોવાથી પ્રણેતા છે, (ધર્મોપદેશ દેવાને તેમને સ્વભાવ છે. માટે પાણિની વ્યાકરણના ૨-૩-૬૯ સૂત્ર પ્રમાણે ધર્મના નેતા એવી છઠ્ઠી વિભક્તિ ન લીધી, પણ બીજી ધમને બતાવનાર એ અર્થ લીધે) જેમ ઇંદ્ર સ્વર્ગમાં હજારો દેને ઉપરી છે, તેમ આ પ્રભુ મહા પ્રભાવવાળા છે. તથા રૂપ બળ લાવણ્ય વિગેરેથી હજારો અન્યધર્મનાકેથી વિશિષ્ટ મહાવીર છે. જેમાં હજારો દે તેજથી પ્રકાશે, છતાં સ્વર્ગમાં ઇંદ્ર સૈથી સર્વોત્તમ છે, તેમ મહાવીરપ્રસુ સર્વોત્તમ છે.