________________
૧૮ર
સૂયગડાંગસૂત્ર,
जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिणे ॥ एक जिणेज अप्पाणं, एस से परमो जओ ॥२॥
જે સુભટ સંગ્રામમાં હજારોના હજારે દુર્જય સુભટને જીતે, તે કરતાં પણ જે પિતાના આત્માને વશ કરે, તે તેને પરમ જય છે.
एको परिभमउ जए, वियर्ड निणकेसरी सलालाए। कंदप्पदुट्टदाढो, मयणो विड्डारिओ जेणं ॥३॥
એક જિનકેસરી જગતમાં જયવત છે, કે જેણે કુષ્ટારૂપ કંદપ ની દુષ્ટદાઢવાળી કામદેવને પોતાની લીલામાં જીતી લીધું છે! કે જે કામદેવ જગતમાં વિકટ શત્રુરૂપે બધા એને ભમાડે છે.
આ પ્રમાણે વર્ધમાનસ્વામીજ પિતે પરીસહ ઉપસર્ગો અનુકૂળ કે પ્રતિકૂળ આવ્યા છતાં તેનાથી કાયર ન થયા, તેથી ગુણનિષ્પન્નપણથી અદ્ભુતકર્મ કરવાપણે ભાવથી મહાવીર ગણાય છે. અથવા દ્રવ્યવીર વ્યતિરિક્તમાં એક ભવવાળા વિગેરે છે.
ક્ષેત્રવીર તે જ્યાં તે બેસે, અથવા જ્યાં તેનું વર્ણન થાય તે ક્ષેત્રવીર છે, કાળથી પણું તેમજ જાણી લેવું, ભાવ વીરને આગમથી નામશેત્રકર્મ ઉદયમાં આવતાં અનુભવે, તે શ્રી વીરવર્ધમાન સ્વામીજ છે.
સ્તવના નિક્ષેપા,