________________
સૂયગડાંગસૂત્ર,
૧૬૧
હવે નારકીમાં ગયેલા જે દુઃખ ભેગવે છે, તે કહે છે. તિર્યંચ કે મનુષ્યભવથી જે જે નરકમાં ઉત્પન્ન થાય છે, તે નરકમાં ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્તમાં પાંખે કાપી લીધેલા પક્ષીઓ માફક પડીને નવાં શરીર મેળવે છે, અને પર્યાપ્તિભાવ પ્રાપ્ત કરતાં પરમાધામીના કરેલા ભયંકર (સિંહનાદ જેવા) અવાજેને સાંભળે છે, તે આ પ્રમાણે મુદગર વિગેરેથી એમને હણે, ખડગ વિગેરેથી છેદે, શુલ વિગેરેથી ભેદ, અગ્નિના તણખા વિગેરેથી આળો, ( વાયની શેભા માટે છે) આ પ્રમાણે કાનમાં દુખના ભયંકર શબ્દ સાંભળીને ભયથી ભમતા (ચંચળ) ચનવાળા ડરથી અંતઃકરણની વૃત્તિ નાશ પામેલા અમે શરણું લેવા કઈ દિશામાં જઈએ, એમ આકાંક્ષા કરતા રહે છે, ૫ ૬ હવે તે ભયથી દિશાઓમાં નાસતાં શું અનુભવે છે, તે કહે છે.' इंगालरासिं जलियं सजोति, तत्तोवमं भूमिमणुकमंता ॥ ते डज्झमाणा कलुणं थणंति, अरहस्सरा तत्थ चिरद्वितोया॥
ખેરના અંગારાના ઢગલા જવાળાઓથી બળતી ભૂમિની ઉપમા છે, અથવા દાવાનળથી બળતા વનની ભૂમિ માફક તે જગ્યા ઓળંગતાં નરકના જીવે અતિશે બળતાં દીનસ્વરે આકંદ કરે છે ત્યાં આપણુ જેવી અગ્નિ નથી
૧૧