________________
સૂયગડાંગસૂત્ર.
૧૫૫
કારણ કે ત્યાં અત્યંત રાંકડા સત્વ (છ) ને આશ્રય છે. તથા ત્યાં પૂર્વે કરેલાં દુષ્ટકૃત્યે અથવા પાપ કે તેનાં નારકના ભવમાં ભગવાતાં ફળ અશાતા વેદનીયરૂપે વેદાય છે, તેથી તે ‘દુકૃતિક” છે. તે આગળ કહીશું, અથવા પાઠતરમાં (કુfer) પાઠ છે. તેથી તે દુષ્કૃતિવાળા નારકીના જીવે છે, તે સંબંધી તેમનું ચરિત્ર હું પરસ્તાત્ એટલે તેમના પૂર્વભવ સંબંધીનું કૃત્ય કહીશ. ૨ . હવે તે કહે છે. जे केइ बाला इह जीवियहो, पावाई करमाइं करंति रुद्दा ॥ ते घोररूवे तमिसंधयारे, तिहाभितावे नरए पडंति ॥३॥
જે કઈ પાપી મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિય જીવો - લેકમાં મહા આરંભપરિગ્રહમાં રક્ત બનીને પદ્રિય (પશુ કે માણસ)ને વધ કરીને માંસભક્ષણ વિગેરે પાપ કૃમાં તત્પર છે, તેવા રાગ દ્વેષથી ભરેલા અસંયમ જીવન ગુજારનારા પાપના ઉપાદાનરૂપ કૃત્યો તે જીવોને ભય ૫માડી રૈદ્ર બનીને હિંસા ફૂડ ચેરી વિગેરે કરે છે, તે પાપીઓ તીવ્રપાપને ઉદય થતાં અત્યંત ભયવાળી ઘેર તથા ઘણા અંધકારવાળી નરકમાં જાય છે, ત્યાં અંધારું એટલું છે કે આંખેથી પિતાને પણ ન જુએ, ફક્ત અવધિ કે વિર્ભાગજ્ઞાનથી જરા જરા ઘુવડે જેમ દિવસે જુએ છે, તેમ તે નારકીને જે જુએ છે. તેજ શાસ્ત્રમાં કહ્યું છે. ગતમસ્વામી પૂછે છે કે ભગવન!