________________
સૂયગડાંગસુત્ર.
૧૫૩
पुच्छिस्सऽहं केवलियं महेसिं, कई मितावा गरगा पुरत्या?॥ अजाणो मे मुणि बूहि जाणं, कहिं नु बाला नरयं उविं
તિ? . . ! જંબુસ્વામીએ સુધર્માસ્વામીને પૂછ્યું કે હે ભગવાન! નારકીના છ કેવા છે? અથવા કેવા કર્મોથી જીવોને ત્યાં જવું પડે છે? અથવા ત્યાં કેવી રીતની વેદનાઓ છે? આને ઉત્તર સુધર્માસ્વામી આપે છે કે મેં આ પ્રશ્નો કેવળી તે અતીત અનામત વર્તમાન એ ત્રણે કાળના સૂક્ષ્મ ન દેખાતા પદાર્થોને પણ બતાવનારા છે, તથા મહષિ તે ઉગ્ર તપ કરી ચારિત્ર પાળનારા અને અનફળ પ્રતિકૂળ ઉપસર્ગો સમભાવે સહેનારા છે, તેવા શ્રી મહાવીર પ્રભુને મેં પૂર્વે પૂછેલા છે, કે નારકીઓ કેવી પીડાએ તપાવેલા હોય છે, તે હું જાણતું નથી, તેથી આપ કેવળજ્ઞાને જાણે છે માટે કહે ! તથા આ પણ કહો કે બાળ અજ્ઞાન હિત અહિત લેવા મુકવાનો વિવેક ન જાણનારા તેવી નારકીમાં કેવા કેવા કર્મો બાંધીને જાય છે, તથા કેવી વેદનાઓ પ્રકટ થાય છે? આ પ્રમાણે મેં પૂર્વે પૂછ્યું હતું. एवंमएपुढे महाणुभावे, इणमोऽब्बवी कासवेआसुपन्ने ॥ पवेदइस्सं दुहमट्टदुगं, आदोणियं दुकडियं पुरत्था ॥ २ ॥
આ પ્રમાણે મેં વિનયથી પૂછતાં ૩૪ અતિશયના મહાન