________________
શેઠ લખમાજી જીવણજી પુસ્તકેદ્ધારફત ગ્રંથાંક ૪ થો.
ॐ श्री वीतरागाय नमः સૂયગડાંગસૂત્ર.
ભાગ ૨ જે.
ટાકરવાડા ગામમાં, માનએકાદશી સાર; સૂયગડાંગસૂત્રે બીજો ભાગ થશે મનહાર સજજન જન તે વાંચીને, કરશે ધર્મમાં પ્રીત, વિરતિ પૂરણ પાળીને, સાધશે સિદ્ધિ રિદ્ધ. નરભવ નિર્મળ બેધને, શ્રદ્ધા શક્તિ હોય; મોક્ષસુખ તે મેળવે, વિધ્ધ વિદારી સોય.
૨
ત્રીજું ઉપસર્ગ અધ્યયન
પ્રથમ ઉદેશ. બીજું કહીને ત્રીજું અધ્યયન કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે, પહેલામાં સ્વસમય પરસમયનું વર્ણન