________________
સૂયગડાંગસૂત્ર.
૧૩૦
સચિત્ત વિગેરે દ્રવ્યનું વિભક્તિ એવું નામ પાડયું હોય, જેમ સુઆદિ આઠ વિભક્તિએ સંસ્કૃતમાં નામ સર્વનામ વિશેષણમાં લાગે છે. અને ક્રિયાપદમાં નિપૂ આદિ પ્રય છે. (ગુજરાતીમાં પણ તેવીજ સંબંધન સાથે આઠ વિભક્તિ છે. તેના પ્રત્યને, વડે માટે થીને માં વિગેરે જાણીતા છે) તે નામવિભક્તિ છે, સ્થાપનાવિભક્તિ તે જયાં તે વિભક્તિઓ દરેક પદે કે ધાતુપર વડે સ્થપાય છે, અથવા પુસ્તક પાનામાં લખેલી કે છાપેલી છે. દ્રવ્યવિભક્તિ જીવ અજીવના ભેદથી બે પ્રકારે છે. તેમાં જીવ વિભક્તિ (વર્ણન) સંસારી અને મોક્ષના છ–એમ બે ભેદે છે. તેમાં પણ અસંસારી (સિદ્ધક્ષના) છ દ્રવ્યથી તીર્થ અતીર્થ સિદ્ધ વિગેરે ભેદથી પંદર પ્રકારે છે. અને કાળથી સિદ્ધના જ પ્રથમ સમયસિદ્ધ વિગેરે અનેક પ્રકારે છે.
સાંસારિક જીવનું વર્ણન ઇંદ્રિય જાતિ ભવભે થી ત્રણ પ્રકારે છે. તેમાં ઇંદ્રિય વિભક્તિ એકેદ્રિય વિકલેંદ્રિય પંચેદ્રિય એમ પાંચે ઇદ્રિના પાંચ ભેદે છે, જાતિવિભક્તિ તે પૃથ્વી પાણે અગ્નિ વાયુ વનસ્પતિ અને ત્રસ એમ (કાયની ગણતરીએ) છ ભેદ છે. ભવવિભક્તિ તે નારક તિર્યંચ મનુષ્ય અને દેવ એમ ચારગતિ આશ્રયી ચાર ભેદે છે.
અજીવ દ્રવ્ય વિભક્તિ તે રૂપી અરૂપી એમ બે ભેદે છે. તેમાં રૂપીદ્રવ્ય તે અંધ સ્કધદેશ સ્કધપ્રદેશ અને પરમાણુ પુદગળો એમ ચાર ભેદે છે.