________________
સૂયગડાંગસૂત્ર.
મીઓને સંગ છોડે. વળી તે કાંટે કે ઝેર પાયેલું તીર શરીરના અવયવમાં ભાગેલું રહી અનર્થ ઉત્પન્ન કરે છે, પણ શ્રીઓ તે સ્મરણ કરવાથી પણ પીડા કરે છે.
विषस्य विषयाणां च, दरमत्यन्तमन्तरम् ॥ उपभुक्तं विषं हन्ति, विषयाः स्मरणादपि ॥१॥
તેજ કહે છે, વિષ અને વિષયે એ બંનેમાં ઘણું અંતર છે. વિષ ખાધેલું મારે છે, પણ વિષયે તે સ્મરણ કરવાથી પણ મારે છે! વળી બીજું કહે છે. वरि विस खइयं न विषयसुहु इक्कसि विसिण मरंति ॥ विसयामिस पुण धारिया णर णरएहि पडंति ॥ ५ ॥
વિષ ખાવું સારું, પણ વિષય ભેગવે એક વાર પણ સારે નહિ, વિષથી તે એક વાર મરે, પણ વિષયના આસ્વાદુ પુરૂષે નરકમાં પડે છે. તેમ તે એકલેજ ગ્રહસ્થાને ઘેર જઈ સ્ત્રીઓને વશ થઈ તેણે લાવેલા સમયે જઈ તેને અનુકૂળ વર્તતાં ધર્મ કહે. તેપણ નિથ નથી, જિનવરે નિષેધેલા આચરણને સેવવાથી અવશ્ય ત્યાં અપાય થશે, તેથી તેણે પણ દીક્ષા પૂરી પાળી નથી. પણ કેઈ ધર્માત્મા શ્રી કેઈ કારણે ન આવી શકે, અથવા વૃદ્ધ કે માંદી હોય, તેને ધર્મ સંભાળાવવા ગુરૂએ જાજ્ઞા આપી હેય, અને બીજો સાધુ સાથે ન આવ્યો હોય તે એક પણ જઈને બીજી સ્ત્રીઓ હોય, અથવા કઈ પણ