________________
૨૨૮
સૂત્રાતાંગ. સંબંધી તે વ્યંતર વિગેરે હાસ્ય કે પ્રધેષ વિગેરેથી મુનિને પજવે, આવા ત્રણ પ્રકારના પરિસોથી સાધુ વિકાર ન પામતાં સમતાથી સહે, તે બતાવે છે, એટલે ભયથી રેમ પણ ઉચું ન કરે, અથવા જે પ્રેમ પણ ઉંચું ન કરે ન કંપાવે, તે ત્રણ પ્રકારના ઉપસર્ગો તેણે સહન કરેલા જાણવા, મિ સાથે આદિ શબ્દથી જાણવું કે જેમ ભયથી રેમ ન કંપાવે, તેમ ભૂત વ્યંતરના ચાળાથી તે નજર કે હું પણ વિકારવાળું ન કરે, અને શૂન્યગૃહ લેવાથી જિન કલ્પી વિગેરે મહા મુનિ મસાણમાં રહેલો હોય તે પણ તે કંપનહિ, णो अभिकखेज जीवियं, नोऽविय पूयण पत्थए सिया, भभत्य मुर्विति भेरवा, सुन्नागार गयस्स भिक्खुणो ॥१६॥
વળી તે ભૈરવ વિગેરેના કરેલા ઉપસર્ગ થી પીડાયલે જીવિતને આકાંક્ષી ન બને, અર્થાત્ જીવિતને મમત્વ મુકીને પરિસ સહે, તેમ ઉપસર્ગોને સહેવાથી પૂજાને વાછક પણ ન બને, આ પ્રમાણે જીવિત કે પૂજાથી નિરપેક્ષ બનીને વારંવાર સહે, અને તે શિયાળીયાં પિશાચે વિગેરેના ભયંકર ઉપદ્રવે ધીરે ધીરે સહેવાને અભ્યાસ થવાથી તે સમીપ આવે છે, અર્થાત્ શૂન્યાગાર વિગેરે સ્થાનમાં રહેલા સાધુને નાજિત ( ) વારણની માફક શીત ઉષ્ણ વિગેરેથી થએલ ઉપસર્ગો પછી સુખેથી સહાય છે. ફરી ઉપદેશ આપે છે.