________________
૧૯૨
સૂત્રકતાંગ.
वैडूर्यादि महोपला घनिचिते प्राप्तेपि रत्नाकरे । लातुं स्वल्प प्रदीप्ति काचशकलं किंसाम्प्रतं साम्प्रतं ॥ १ ॥
મેક્ષ વિગેરે સુખ આપનાર જૈનધર્મસહિત નરભવ મળે ત્યારે વિષયઇંદ્રિયાનું અલ્પસુખ ભાગવવુ ઉચિત નથી, મરણકે વૈર્ય જેવાં અમૂલ્ય રત્નના સમૂહથી ચુક્ત સમુદ્ર હાથ લાગતાં જેમ અલ્પ મૂલ્યના થાડા ચળ કાટવાળા કાચના કકડા લેવા ઉચિત નથી, તેમ ભાગ સુખ ન વાંછતાં, પણ ધર્મ આદરવે.
જેઓએ પૂર્વભવે ધર્મ કે ચારિત્ર નથી રાખ્યુ, તેવા પ્રાણીને સમ્યગ્ દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્તિરૂપ (સ'એધિ ) પરલેકમાં પણ નિશ્ચે દુર્લભ છે! તે કહે છે, વિષય પ્રમાદ વશથી એકવાર પણ ધર્મ આચરણથી ભ્રષ્ટ થયેલા જીવને અનંત કાળ સુધી સંસારમાં ભ્રમણ કરવાનું છે, વળી હું અવ્યય ‘ જ 'ના અર્થમાં છે, તે સૂચવે છે કે જે રાત્રિએ ગઈ, તે પાછી આવવાની નથી, કારણ કે ગયેલ જુવાની વિગેરેના કાળ પાછે. આવતા નથી, તે કહે છે,
भवकोटीभिरसुलभं मानुष्यं प्राप्य कःप्रमादोमे । न चगत मायुर्भूयः प्रत्येत्यपिदेव राजस्थ ॥ १ ॥
કરાડા ભવે દુર્લભ એવું મનુષ્યપણું પામીને મારે પ્રમાદ કેમ થાય ? કારણ કે ઇંદ્રનું પણ ગયેલું આયુષ્ય ફરી આવતું નથી ! ॥ ૧ ॥ બીજી ગાથાના અર્થ કહે છે.