________________
સૂત્રકૃતાં.
૧૭૧ ત્રિરાશિવાળા, રાગદ્વેષથી હણાયેલા, શબ્દાદિ વિષયમાં રક્ત, તથા પ્રબળ મહામે હથી ઉત્પન્ન થયેલા અજ્ઞાનવડે તે વાદીએ અસમ્યફ ઉપક્રેશ દેવાથી કેઈના શરણ માટે તે ગ્ય નથી. આવું જૈનાચાર્ય પિતાના શિષ્યને ઉદ્દેશીને કહે છે. શા માટે? ઉત્તર-બતે બાળકના જેવા સત, અસત્ વિવેક રહિત વ્યર્થ બોલનારા વાદીઓ છે, જેમ બાળકના બોલવામાં ભારે ન રખાય, તેમ આ અજ્ઞાનવાદીએ પોતે અસત્ માર્ગે ચાલી બીજાને પણ કુમાર્ગે દેરવે છે અને પિતાને પંડિત તરીકે માને છે. કઈ પ્રતિમાં “જી બાલેડ વસીયઈ'તી પાઠ છે, તેને અર્થ આ પ્રમાણે કરે. જેમ અજ્ઞાનમાં બાળક રાચીને દુઃખ પામે છે, તે પ્રમાણે અજ્ઞાન માર્ગમાં ચાલનારા કુવાદીએ પિતે દુઃખ પામીને બીજાના રક્ષણ માટે થતા નથી. હવે તેઓએ શું વિરૂપ આચર્યું છે તે પાછલી અર્ધ ગાથાથી બતાવે છે. હિલ્વા એટલે પૂર્વે ગૃહસ્થ સંબંધી જે પરિગ્રહ તેને છીને અમે નિસંગ છીએ, એવું બોલીને પાછા ગ્રહની માફક ગૃહસ્થોનાં કૃત્ય જે રાંધવું, રંધાવવું, ખંડાવવું, દળાવવું વિગેરે છવઘાતનાં કૃત્ય છે તે કરે છે, અને તેને જ ઉપદેશ આપે છે. અથવા “સિયા” એટલે માગધી ભાષા પ્રમાણે “સ્યને અર્થ લઈએ, તે તેઓ ગૃહસ્થનાં જેવાં કૃત્ય કરનારા છે એટલે સમારંભ રૂપ જે સાવદ્ય અનુષ્ઠાન કરે છે. ખરી રીતે તેઓ સાવદ્ય અનુષ્ઠાન કરવાથી ગ્રહ સાથે તેઓને ભેદ પડતું નથી.