________________
૧૫૯
સૂત્રકૃતાંગ. તુલ્ય યાગ ક્ષેમ છે તેથી, વળી પ્રધાનાદિથી કરાયલા આ લેાક છે તે પણ અસંગત છે. તે પ્રધાન મૂર્ત છે કે અમૂર્ત છે? જો તમે મૂર્ત ધારો તા સમુદ્ર, વિગેરે મૂર્ત પદાર્થના ઉત્પન્ન કરનાર ન ઘટે, જેમ આકાશથી કંઇપણ ઉત્પન્ન થતું દેખાતુ' નથી. મૂર્ત અને અમૂર્તનું કાર્ય કારણપણામાં વિરાધ છે તેથી. હવે જો પ્રધાનને મૂર્ત્ત માનીએ તે તે ક્યાંથી ઉત્પન્ન થયું ? તેમાં પોતાની મેળે થયું એમ માનતાં લેાકની પણ ઉત્પત્તિ તેવી રીતે માની લેવાય અને ખીજાથી ઉત્પન્ન થતું માનીએ તો અનવસ્થા દોષ આવે. વળી જેમ વિના ઉત્પન્ન થયેલુજ પ્રધાન વિગેરે અનાદિભાવે માને છે તેમ લાક પણ કાં ઇચ્છતા નથી ? વળી સત્ત્વ, રજ, તમ એ ત્રણની સમ અવસ્થા તેને પ્રધાન કહે છે અને અવિકૃત પ્રધાનથી મહત વિગેરેની ઉત્પત્તિ તમે ઇચ્છતા નથી અને વિકૃત છે તે પ્રધાન વ્યપદેશને પામતું નથી, એથી પ્રધાનથી મહદ્ વિગેરેની ઉત્પત્તિ સ`ભવતી નથી.વળી અચેતન પ્રકૃતિની પ્રવૃત્તિ પુ થૈ તરફ કેવી રીતે હા...? કે જેના વડે આત્માના લેગ ઉપપત્તિ વડે સૃષ્ટિ થાય. જો પ્રકૃતિને આ સ્વભાવ માને તા સ્વભાવજ ખળવાન થયા કે જે તે પ્રકૃતિને પણ દોરી જાય છે. તેથીજ લેાકપણુ સ્વભાવથી બનેલા ધારા, શા માટે અષ્ટ પ્રધાન વિગેરેની કલ્પના કરવી ? વગેરેથી એમ જાણવુ` કે સ્વભાવનું પણુ કારણપણું કેટલાક ઇચ્છે છે તે તે પણ હા,