________________
૧૫૦
સૂત્રતાંગ.
હોય એવાં મોટાં માછલાં પાણીની ભરતીમાં સમુદ્રથી નદીમાં અથવા કિનારે પ્રબળ વેગમાં પાણી સાથે આવે, તે સમયે ભરતી ઉતરી જતાં શુષ્ક કિનારામાં પાણીના અભાવે આમ તેમ તરફડતાં ઢક કંક પક્ષીઓથી તથા માંસ લુપી માછી વિગેરેથી જીવતાં જીવત મોટા દુઃખને પામીને શરણ રહિત બનીને નિશે મરણ પામે છે.
- હવે દષ્ટાંત બતાવી સાધુઓને સમજાવે છે કે જે સાધુઓ વર્તમાન સુખને વાંચ્છી રાંધી રંધાવીને સ્વાદુ ભેજના જમનારા તે વર્તમાન સુખ અભિલાષી સમુદ્રના કાગડાની માફક તે કાળના મળેલા સુખના અંશમાં આ ક્ત ચિત્તવાળા થઈને દુઃખ પામે, તેમ આધાર્મિનું પાપ વિચાર્યા વિના જીભના સ્વાદથી ખાઈને તેનાં બુરાં ફળ વશાલિક મસ્યની માફક અનંતવાર કુવાના અટ્ટના ઘટની માફક વારંવાર સંસારમાં જન્મ મરણનાં દુઃખ જૂનાં ભેગવે નવાં બાંધે, તે સંસાર સમુદ્રમાંથી ન તરી શકે. હવે અપર આજ્ઞા અભિમત ઈશ્વર આધિન જગતવાળા મતને બતાવવા માટે કહે છે.
इणमन्नं तु अन्नाणं, इहमेगेसि आहियं । देवउत्ते अयं लोए', बंभ उत्तेति आवरे इसरेण कडे लोए', पहाणाइ तहावरे । जीवाजीव समाउत्ते, सुहदुक्खसमन्निए