SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯૫ ] તેજ પ્રમાણે બીજા કોઈ પણ પદાર્થ વડે અથવા પદાર્થની જે ભાવના (ધર્મ સમજ્યા વિનાની) હાય તે દ્રવ્ય ભાવના છે, અને ભાવ સંબંધી જે પ્રશસ્ત અ પ્રશસ્ત ભેદ વડે એ પ્રકારની ભાવના છે, તેમાં પ્રથમ અપ્રશસ્ત કહે છે, पाणिवह मुसावाए अदत्तमेहुणपरिग्गहे चेव । कोहे माणे माया लोभे य हवंति अपसत्था ॥ ३२८ ॥ જીવહિંસા જૂઠ ચારી મૈથુન પરિગ્રહ ક્રોધ માન માયા અને લાભ એ નવ પાપામાં પ્રથમ શકાથી અને પછી વારવાર નિષ્ઠુર થઈને નિ:શંકપણે વર્તે, તે અપ્રશસ્ત ભાવના. કહ્યું છે કે: - करोत्यादौ तावत्सघृणहृदयः किञ्चिदशुभं, द्वितीयं सापेक्षो विमृशति च कार्य च कुरुते । तृतीयं निःशङ्को विगतघ्रणमन्यत्प्रकुरुते ततः पापाभ्यासात्सततमशुभेषु प्ररमते || १ || સુજ્ઞપુરૂષો ભવ્યાત્માઓને બચાવવા ઉપદેશ આપે છે કે જીવહિંસા વિગેરે પાપા બાળક બુદ્ધિના માણસેા પ્રથમ ડરીને છુપાં કરે છે. કે રખેને મારી લાકમાં નિંદા થશે, પણ ત્યાં કુટેવ ન છુટે તેા પછી અપેક્ષા વિચારી કુયુક્તિ લગાડીને જાહેર પાપ કરે છે, ત્યાર પછી નિ:શ ંક થઇને લજ્જા યાને ોડી નવાં નવાં પાપ કરે છે, અને છેવટે પાપના અભ્યાસથી હમેશાં પાપમાંજ રમે છે. (અર્થાત્ જરા કુટેવ પડવાથી ભવષ્યમાં ઘણું નુકશાન થાય છે, માટે જરાપણુ કુટેવ ન પડવા દેવી, ભુલ થાય તો તુ પ્રાયશ્રિત લેવુ.)
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy