________________
(૨૧)
સંયમ પાળવામાં ઊદ્યમ કરે. આના સંબંધમાં બ્રહતભાગ્યકાર કહે છે – "कलं नाणादीयं सचं पुण होइ संजमो णियमा। जह जह सोहेइ चरणं, तह तह कायव्ययं होइ॥१॥"
જ્ઞાનાદિ કાર્ય તે સત્ય છે, અને તે સત્ય તે, સંયમ છે, માટે જેમ જેમ ચરણ (ચારિત્ર) નિર્મળ રહે તેમ વર્તન કરવું.
(ઉપર બતાવેલ ટીકાનાં ટીપણમાં લીધું છે, ) પણ ટીકાની ગાથાને અર્થે નીચે મુજબ છે. જિનેશ્વરે મિથુન (સ્ત્રીસંગ) છોડીને બાકીનું જે કંઈ કર્તવ્ય છે, તેમાં કેઈપણ વાતની એકાંત આજ્ઞા કરવાની આપી નથી, તેમ ન કરવાને નિષેધ પણ કર્યો નથી. એટલે સાધુ શુદ્ધ બુદ્ધિએ જ્ઞાનદશન-ચારિત્રની વૃદ્ધિ માટે ઉપદેશ આપે; અને પિતે વર્તે. ફક્ત રાગદ્વેષ વિના સ્ત્રીસંગ થાય નહીં માટે તેનેજ નિષેધ કર્યો છે. "दोसा जेण निरुज्झति जेण जिझंति पुषकम्माइं। सो सो मुक्खोवाओ, रोगावत्थासु समणं व ॥२॥ - જેના વડે દોષ દુર થાય અથવા ન થાય અને જેનાવડે પૂર્વનાં કર્મ ક્ષય થાય, તે તે મેશને ઉપાય, એટલે અનુષ્ઠાન સાધુએ કરવાં. જેમકે, રેગમાં ઊચિત ઔષધ આ૫વાવડે, તથા પથ્ય-ભેજનવડે રેગની શાંતિ કરે છે,