________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રા
પરદેશી રાજાને રાસ
એક વાવિ સઈજલ ભરી, દાદર છવ સરામિ, ફણિગર ફણિ માંડી ભમઈ તિમ તૂ રિદય વિમાસિ. મૂસા નઈ મંજારિયાં હુઈ જિસઉ વિવહાર, તિમ રાજ છઈ તુમહ તણું કઈ કિમ કરું વિહાર.
ચુપઈ પભણુઈ હિવ મંત્રી સરસોઈ સયલ સરીખા કિમઈ ન હોઈ. નદી સરોવર વાવી કૂયા પણિ સઘલઈ જલભર સજ્જૂ આ.
માનું સહગુરુ માહરું કહિઉ રાય ન માનઈ તુ સ્યુ થયું, વીનતડી અવધારુ દેવ
અવર સહુઈ તુહ કરસર સેવ. ભૂપ રહિઉ મદ-કાદવિ લૂંકી હું જાણુઉ વલસ્યઈ તુહ થકી, વંધ્યાન જિમ પ્રગટ ગાભ હસઈ ધમ અને ગુણલાભ.
જિમ ગત-વરિજ હુઈ સકામ કુબજા રૂપ લહઈ અભિરામ અંધ તણે જિમ વલઈ સુનેત્ર
ઉપર સફલ હુઈ જિમ ખેત્ર તાં વિહરનું વિસ ઊછલઈ ગરુડ પંખિ જ આવી નવિ મિલર. તુહ દરિસણિ એવડ ઉપગાર જિનશાસન માંહિ જયજયકાર.
ઇમ જાણું ગણધરિ હા ભણી સમચિત આવીસુ ઇમ સુણી, વલિ વલિ પ્રણમઈ મુનિવર પાઉ મુઝ ઉપર કરિવુ સુપસાઉ.
For Private and Personal Use Only