________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવકાર
આપણે જાણીએ છીએ કે આપણા ઉચ્ચતર અધ્યયન-અધ્યાપનની ઉત્તરોત્તર વધુને વધુ અવદશા થઈ રહી છે–વિશે વિનયન શાખામાં. તેમાં પણ સાહિત્યની વાત કરીએ તે જૂના અને પ્રશિષ્ટ સાહિત્યને રસ ઓસરી ગયા છે, અને તેમાં જોધખોળની દષ્ટિએ કેણુ રસ લે ? કોને પરવડે ? જૂની ગુજરાતી ભાષાસાહિત્ય વિશે એમ કહેવું કે એ પછાતવર્ગ કે જનજાતિના વર્ગમાં ધકેલાઈ ગયું છે તે તે સ્વાભાતિ ’ ગણાશે, અતિશયોક્તિ’ નહિ.
આવી પરિસ્થિતિમાં છે. નિરંજન વોરાએ એક મધ્યકાલીન ગુજરાતી કવિની કેટલીક કૃતિઓનું મૂળ હસ્તપ્રતોને આધારે સંપાદન કર્યું તે માટે તેમને અભિનંદન અને યથાશક્ય પ્રોત્સાહન ઘટે છે. સેંકડે જૂની ગુજરાતી રચનાઓ હસ્તપ્રતોમાં દટાયેલી છે. ગુજરાતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઇતિહાસનાં પણ તે અમૂલ્ય સાધને છે. કથાસાહિત્યની ગુજરાતમાં ચાલુ રહેલી પરંપરાનું ચિત્ર આંકવા માટે અને તેના ઇતિહાસની વચગાળાની કડીઓ પૂરી પાડવા માટે પણ તેમનું કેટલું બધું મહત્ત્વ છે !
આવો ચસકે બીજા છેડાક યુવાન અભ્યાસીઓને લાગે; કનૈયાલાલ મુનશીનું મરણ અને નામજાપથી કર્તવ્યની અતિથી માની લેવાને બદલે કરેલા સઘન કાર્યને આગળ વધારવામાં જુવાન પેઢીને આપણે કાઈક રસ લેતી કરી શકીએ –એવા એવા ખ્યાલો હમણાં તે “હવાઈ’ લાગે છે. પણ આપણી શ્રદ્ધાને વિચલિત થવા ન ૪ દેવાય.
હરિવલ્લભ ભાયાણી
For Private and Personal Use Only