________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકીય
પ્રાકૃત વિદ્યામંડળ તરફથી છેલ્લા સાત વર્ષથી પ્રાચીન ભારતીય હસ્તપ્રતોના વાચન અને તે હસ્તપ્રતોમાં રહેલી પ્રાચીન સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જુની ગુજરાતી, જુની રાજસ્થાની આદિ ભાષાઓની કૃતિઓનું સંપાદન શીખવવાના વગાં ચલાવવામાં આવે છે. આ વર્ગોની પ્રવૃત્તિ માટે અને તેમાંથી તૈયાર થનાર અભ્યાસીઓ દ્વારા પ્રાચીન જૈન બંધનું સંપાદન–પ્રકાશન કરાવી શકાય તે માટે બે વર્ષ પૂર્વે કતાબર મૂર્તિપૂજક જૈન બગ ટ્રસ્ટ, અમદાવાદ તરફથી આર્થિક સહાય આપવાની શેઠશ્રી શ્રેણિકભાઈએ તડપતા વી. તેના પરિણામ રૂપે ૧૯૮૭ના વર્ષમાં મંડળ તરફ્લી હસ્તપ્રતવિદ્યાના જે વળ ચલાવવામાં આવ્યા તેનું ખર્ચ -વે. મૂ. જે. બોડીગ ટ્રસ્ટ તરફથી મળ્યું. વળી તે સાથે જ ડો. હરિવલલભ ભાયાણીની હરતપ્રતોને આધારે પાડ-સંપાદન' નામક લઘુ પુસ્તિકા પણ ટ્રસ્ટની સહાયથી પ્રકાશિત કરવામાં આવી. એ પછી પ્રસ્તુત કૃતિ 'કવિ સહજસુ દરની રાકૃતિઓનું પ્રકાશન થઈ રહ્યું છે. આ સમગ્ર પ્રવૃત્તિનો ખર્ચ . મૃ. જે. બોડીગ ટેસ્ટ આપવા સ્વીકારેલ છે એ માટે છે. મૂ. જે. બોડીગ ટ્રસ્ટને અને શેઠશ્રી શ્રેણિકભાઈને સહર્ષ હાર્દિક આભાર માનીએ છીએ. આ કાર્યમાં ઉલટભેર મદદ કરવા બદલ બરગના માનદ નિયામક પ્રા. ચન્દ્રકાન્ત કડિયાનો પણ અત્રે આભાર માનીએ છીએ.
ઉપા. કવિ સહજસુંદરજીના કાવ્ય અવધિ હસ્તપ્રતોમાં જ રહ્યા હતાં. શ્રીમતી નિરંજન વોરાએ પ્રાકૃત વિદ્યામંડળના ૧૯૮૨ના વર્ષમાં ચાલેલા વર્ગોમાં તાલીમ લીધી હતી. તેમણે શ્રેમપૂર્વક તથા એકસાઈથી પ્રાપ્ત હસ્તપ્રતો પરથી પ્રસ્તુત સંપાદન કરી આપ્યું છે. તે માટે તેમને ધન્યવાદ ઘટે છે.
ધડાક અભ્યાસીઓને પણ આમાંથી મધ્યકાલીન સાહિત્યના અધ્યયનસંપાદનમાં રસ પડશે તો અમારી સૌની આ પ્રવૃત્તિ લેખે લાગશો.
અમદાવાદ
– નગીન શાહ રમણક શાહ માનદ મ સ્ત્રીઓ
For Private and Personal Use Only