________________
સગીત, નૃત્ય અને નાટ્ય
* વિષનિવારક યુગલક્ષી ઉપાય અને અર્થહીને વિરોધ આજના મોટા ભાગના નાટકોમાં ઝેરી ખોરાક પિરસાઈ રહ્યો છે. તમે સારું નહીં આપે તે તે ઝેરી બરાક પ્રજા આગેવાની છે. આ એરી ખોરાક ખાતાં ટેવાએલી પ્રજાને મુક્ત કરવી હોય તે તેની સામે બીજે આકર્ષક, સુંદર અને પથ ખેરાક આપવો જ પડશે તે જ ધીમે ધીમે ઝેરી રાકની પકડમાંથી છૂટીને સારે ખોરાક ખાતાં ટેવાતી જશે. આજના યુગમાં માત્ર વિરોધ કરવાથી અનિષ્ટ અટકશે જ એ વાત પ્રતીતિકર નથી. પણ તેની સામે સારો વિકલ્પ રજૂ કર એ જ અનિષ્ટને રોકવા માટે યુગલક્ષી ઉપાય છે. પણ મારી આ વાત અત્યન્ત રૂઢિચુસ્ત, બુટ્ટાહિત, અસહિષ્ણુસ્વભાવી અને સર્વથા બંધિયાર માનસ ધરાવનારને જલદી નહીં જ સમજાય, પણ તેઓ વર્તમાન દેશકાળની અત્યન્ત વિષમ પરિસ્થિતિને ગંભીરતાથી લક્ષ માં લે અને આજના યુવાન-યુવતીઓ શું કરી રહ્યાં છે? કયાં જઈ રહ્યાં છે? એમનું ભાવિ શું છે તેની પૂરી માહિતી મેળવે, પછી તેનું ચિંતન કરે અને નજર સામે દેખાતી પરિસ્થિતિ પ્રત્યે “ આંખ મિચૌલી” નહીં કરે તે કદાચ તેઓ સહકાર–સાથ આપે કે ન આપે પણ કમમાં કામ વિરોધ કરવાનું તો તેઓ જરૂર ટાળી શકશે એમ મારું ખચિત માનવું છે.
આધુનિક પરિસ્થિતિ– યદ્યપિ આજથી વીસ વર્ષ પહેલા આ જાતનો વિચાર કરવાનું કે કરાવાનું સ્થાન ન હતું પણ જે પરાવર્તન બસે વર્ષમાં નહોતું બન્યું તે આ વીશ વર્ષમાં બન્યું છે. પરિસ્થિતિ ધરખમ ૧ ખાઈ ગઈ છે ત્યારે જ ઉપરોકત લખવાનું પ્રાપ્ત થયું છે. આ શાસન ટક્યું છે તે પૂર્વાચાર્યોની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મહાન પદ્ધતિને માન આપીને શાસન ચલાવાની કુનેહને આભારી છે.
વર્તમાનમાં ભજવાએલાં અનેક નાટકો– છેલા દસ પંદર વર્ષથી મુંબઈમાં સ્થૂલભદ્રરૂપકેશા, ઇલાયચીકુમાર, ચંદનબાળા, જગડુશાહ, શાલિભદ્ર વગેરે અનેક નાટકે કેટલીયે વાર ભજવાઈ ગયાં