________________
સંગીત, નૃત્ય અને નાટ્ય ઉલ્લેખાયેલા આગમે અને તેની કૃતિઓ એ સંગીતશાસ્ત્રની સ્વતંત્ર કૃતિઓ નથી. એવા જૈન ગ્રંથે ગણ્યાગાંઠ્યા જ પ્રાપ્ત છે. . સરપાહડ (સ્વરપ્રાભૂત ને પ. ૨૮ અને ૮૫માં ઉલ્લેખ કરાવે છે, જે ઇ. સ. પૂર્વેની મહાવીર સ્વામીના સમયની કૃતિ મનાઇ છે તે વૃત્તિકારોના મતે સંગીતને ગ્રંથ મનાય છે. સ્વતંત્ર ગ્રંથમાં વિ. સ. ૧૭૮૦ને પાર્ધચન્દ્રને સંગીતસમયસાર, લગભગ તે જ સમયના સુધાકલરના સંગીતપનિષદ્ અને સંગીતપનિષત્સાહાર અને લગભગ વિ. સં. ૧૪૯૭ને મંડનકૃત સંગીતમંડન આ ગ્રંથે જાણીતા છે. આ ઉપરાંતના ગ્રંથ જૈન ગ્રંથભંડારોમાં પડ્યા હશે, જેનું સંશોધન થવું બાકી છે.
સંગીતાદિ કલાવિષયક જૈન ઉલેખે આપણને અનેક રીતે ઉપયોગી છે. ભાષા, પરિભાષા, વિકાર, વિકાસ, યુગબલ, તત્કાલીન માન્યતાઓ, ક્રિયાપક્ષ ને શાસ્ત્રપક્ષ - આ બધું સમજવા માટે આ ઉલ્લેખ અવશ્ય કામમાં આવશે. પ્ર. કાપડિયાએ લીધેલા શ્રમ બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે. વૃદ્ધાવસ્થા ને આંખની તકલીફ હેવા છતાં તેઓ આ પ્રકારનું કાર્ય પાર પાડી શક્યા છે તે બદલ તેમને સવિશેષ ધન્યવાદ. તેમના આ કાર્ય બદલ સંગીતજગત તેમનું ઋણ રહેશે. આથી પ્રેરાઈને કોઈ વિદ્વાન વિશેષ વિરતારથી અને સમકાલીન જેન-અજૈન સાહિત્યની મદદ લઈને સંગીતના અનેક પાસાંઓના ઇતિહાસની ખૂટતી કડીઓ ખેલવા ઉઘુક્ત થશે એવી આશા રાખીએ
જંબુએટ, દડિયા બજાર,
વડોદરા, તા. ૧૨-૧૧-૭૨
રમણલાલ મહેતા