________________
સંગીત, નૃત્ય અને નાટ્ય કાણું (સ્થાન), અણુઓગદાર (અનુગદ્વાર ), રાયપાસેણીય ( રાજપ્રશ્રીય) અને ઉત્તરઝયણ (ઉત્તરાધ્યયન) એ આગમ આપણું વિષયને માટે મહત્ત્વ ધરાવે છે. ઈ. સ.ની પમી સદીમાં રચાયેલા ઠાણ અને અણુઓ ગદાર આગમાં સંગીતવિષયક જે ૧૮ બાબતેનું વર્ણન છે તેને ઉલ્લેખ આ પુસ્તકમાં વિદ્વાન લેખકે કર્યો છે. આમાં સ્વર, તેનાં સ્થાન, વરની ઉત્પત્તિ, ફળ, ત્રણ ગ્રામ, તેની સાત સાત મૂચ્છનાઓ, ગીતનિ, ગીતના ગુણે તથા દેશો, ૪૯ તાન ઇત્યાદિને સમાવેશ થયા છે. આ ભરતકૃત નાટયશાસ્ત્રના સંગીતવિષયક અધ્યાયે સાથે સરખાવવા જેવો છે. મૂછનાનાં નામોમાં ઠાણ તથા ભરત નાટ્યશાસ્ત્રમાં ભેદ છે, જે ધ્યાનમાં લેવા જેવો છે. મૂચ્છનાઓ સાથે રાગની ઉત્ક્રાન્તિને ઇતિહાસ સંકળાયેલ છે એટલે આ ભેદ અભ્યાસ માંગી લે છે.
પ્રોફેસર કાપડિયાએ જૈન સાહિત્યની સંસ્કૃત, પાઇય અને ગુજરાતી કતિઓમાંથી જેટલી અને જ્યારે પ્રાપ્ત થતી ગઈ તેમ તેમ તેને ઉપગ કરી ગંધ તૈયાર કરી તેને વ્યવસ્થિત રૂ૫ આપેલ છે. તેમ છતાં કોઈ કઈ વાર અમુક અમુક પુસ્તક વેળાસર નહિ મળવાથી કોઈ કોઈ સ્થળે લેખનમાં ધાટી સુગ્રથિતતા આવી શકી નથી. સંગીતનૃત્ય-નાટ્યમાં સંગીતને પ્રાધાન્ય મળ્યું છે. સંસ્કૃત ગ્રંથાની પણ એ જ પ્રણાલી છે. સંગીતની પરિભાષા સમજવા માટે વૃત્તિઓને આશ્રય તે લેવો જ રો. પાઈય પરિભાષા જાણવા માટે આ પુસ્તક ઉપયોગી નીવડશે. ઠાણ અને અણુઓગદાર આગમમાં સ્વરાદિવિષયક જે ૩૨ પડ્યો છે તે ભારત નાટ્યશાસ્ત્રનાં સૂત્રની માફક જૈન સંગીતવિષયક સાહિત્યનાં મૂળ સૂત્રો બની રહે છે. આ આગમો પર તે પછી જે વૃત્તિઓ (વિવરણ) થઈ તેમાં ઠાણુ પરની વિ. સં. ૧૧૨માં ચાયેલી અભયદેવસૂરિની સંસ્કૃત વૃત્તિ, અને અણુઓનદાર પરનાં ત્રણ વિવરણે (ઈ. સ. છઠ્ઠી–સાતમી સદીની જિનદાસગણિની ગુણિ , વિ. સં.