________________
જૈન ઉકલે છે અને ગ્રન્થ
૭૯
કરે મદદરી રાણું નાટક, રાવણ સંત બજાવે; માદલ વીણ તાલ તંબુરે, પગરવ ઠામ ઠમકાવે. –કરે. ૧ ભક્તિભાવ નાટક એમ કરતાં, તૂટી તાંત વિચાલે, સાધી આપ નસા નિજ કરથી, લઘુ કલા તત્કાલે. –કરે. ૨ દ્રવ્ય-ભાવ-ભક્તિ નવી ખંડી, તે અક્ષય પદ સાધ્યું; સમકિત-સુરતરુફલ પામીને, “તીર્થકર પદ બધ્યું– કરે8 એણી પરે જે ભવી જન જિનઆગે, ભલી પર ભાવના ભાવે; જ્ઞાનવિમલ ગુણ તેહના, અહનિશ સુરનરનાયક ગાવે– કરે. ૪”
ઉત્તરજઝયણ વિવરણાત્મક સાહિત્ય – ઉત્તર નામના એક મહત્ત્વના જૈન આગમ ઉપર અનેક મુનિવરેનું સ્પષ્ટીકરણું છે. જેમકે ભદ્રબાહુસ્વામીની નિજજુતિ, ગોપાલક મહત્તરના શિષ્ય રચેલી અને ઇ. સ.ની સાતમી સદી જેટલી તે પ્રાચીન જણાતી ચણિ અને વિ. સં. ૧૦૨૫ની આપપાસમાં વિદ્યમાન “વાદિવેતાલ' શાન્તિસૂરિની પાઇયટીકા નામની બૃહદ્ વૃતિ.
કપિલ મુનીશ્વરનું નૃત્ય અને પ૦૦ ચેરેનું તાલવાદન– ઉપર્યુક્ત આગમનું આઠમું “કવિલિજ” નામનું અજઝયણ (અધ્યયન) છે. એના ઉપરની નિજજુતિ (ગા. ૨૫૮)માં કહ્યું છે કે કપિલ મુનિ દીક્ષા લીધા બાદ છ મહિને સર્વજ્ઞ બન્યા. ત્યાર પછી “રાજગૃહી નગરથી ૧૮ પેજને (આવેલી અટવીમાં) “ઇકકડદાસ (જાતિના) બલભદ્ર વગેરે પાંચસે ચોરે પ્રતિબોધ પામશે એમ જાણી ત્યાં જઇ એમણે ગીત કર્યું (ગાયું).
ઉપર્યુક્ત ચુપિણ (પત્ર ૧૦૦ )માં કહ્યું છે કે કપિલ મુનીશ્વરને એક શોધકે જેયા. કેઈક આવે છે એમ જાણું એ એમની પાસે ગયે