________________
પ્રકાશકીય નિવેદન
કેલેજમાં અર્ધમાગધીના પ્રાધ્યાપક તરીકે એઓ કામ કરતા હતા તેવામાં એમણે એ કોલેજમાં અચાન્ય પ્રાધ્યાપકાદિ સમક્ષ સંસ્કૃત સાહિત્ય અંગે સંસ્કૃતમાં મનનીય વ્યાખ્યાન આપ્યું હતું, પ્રસ્તુત વ્યાખ્યાનને વિશેષ ઉપયોગી બનાવવા માટે એમણે વિષમ પરિસ્થિતિમાં પણ ઉઘાત અને ચાર પરિશિષ્ટ તૈયાર કર્યા છે. વળી પરમપૂજય મુનિવર શ્રીયશોવિજયજીની સુચના અનુસાર આ માલાના નામગત મુક્તિ અને કમલથી નિર્દિષ્ટ મુનિયુગને સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. કાપડિયાની સાદર વિજ્ઞપ્તિ અનુસાર ૫૦ પૂ. મુનિશ્રી યશોવિજયજીએ મારી. સંગીતકલા કથા અને ગ્રંથ અંગે બે બેલ” લખી આ પુસ્તકને સમૃદ્ધ બનાવ્યું પ્રસ્તુત પુસ્તક છે. વિશેષમાં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય” (વડોદરા)ના સંગીતવિભાગનાં અધ્યક્ષ અને એ જ વિશ્વવિદ્યાલય તરફથી સંચાલિત ભારતીય સંગીત-નૃત્ય-નાટય-મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય પ્રો. રમણલાલ છોટાલાલ મહેતાએ પ્રસ્તાવના લખી આ પુસ્તકના મહાવમાં વૃદ્ધિ કરી છે. એ બદલ અમે એ ત્રણે મહાનુભાવોને હાર્દિક આભાર માનીએ છીએ. અંતમાં આ પુસ્તકના પ્રકાશનખર્ચને પહોંચી વળવામાં મુંબઈના ઉપનગર ચેમ્બુરના શ્રીષભદેવ - જિનાલયના દરટીઓએ કરેલી નાદર આર્થિક સહાયની અમે સાભાર નધિ લઈએ છીએ,
પનાલાલ લાલચંદ