________________
૭૨
સંગીત, નૃત્ય અને નાટ્ય
ઘનુષ્યની દેરી, બાણા, તરવારની ધાર અને ભલ્લા ઉપરનાં નૃત્ય – મુનિસુદરસૂરિએ જ કે, ચ૦ (સ. ૧૦)માં નાટ્યસુન્દરીના લગ્નને લગતી બીના વર્ણવતાં કહ્યું છે કે (શ્રીપતિ) રાજાને હુકમ થતાં પ્રતિહારે ઉદ્દધેષણ કરી કે હે ક્ષત્રિયે ! તમે તમારી નાટ્ય-કળા દશ અને એ દ્વારા રાજાની આ આદ્ય પુત્રીને છતી એની સાથે પાણિગ્રહણ કરે. એ ઉપરથી અનેક કુમારએ ગીત અને વાજિંત્રની સામગ્રી વડે અનેક રીતે છત્ય કર્યું. જેમકે એક જણ વિવિધ કરણે વડે ધનુષ્યની દેરી ઉપર નાઓ. કઈ બાણુના અગ્ર ભાગ ઉપર, કોઈ તરવારની ધાર ઉપર અને કઈ ભલના અર્થાત ભાલાના અગ્ર ભાગ ઉપર નાચે.
જળપાત્રાદિ સહિતનું નૃત્ય – કેઈએ માથે જળપાત્ર (પાણીને ઘડે ) મૂકી, હાથમાંના ગેળાને હાથેથી હલાવતાં અને બે પગ વડે ચક્ર ભમાવત હસ્તકાદિપૂર્વક નૃત્ય કર્યું.
તરવારનું ભ્રમણ – કોઈકે દાંત વડે ત્રણ તરવાર અને બે હાથમાં ચાર તરવાર ગ્રહણ કરી ઊંબાડિયાની જેમ એને જમાડતા અને પિતે પણ ભમતા કરણ વડે નૃત્ય કર્યું.
મુસળ સહિતનું નૃત્ય – વળી કોઈક મુખ નીચું રાખી અને પગ ઊંચા કરી તેના ઉપર બે મુસળ રાખી બે હાથ વડે ગળાઓને રમાડતે મસ્તક વડે જમીન ઉપર ના.
દીપકાદિ સાથે નૃત્ય – કોઈકે બે હાથ વડે તરવારને અને પગની આંગળીઓ વડે ચકોને ભમાવતાં, માથા ઉપર જળપાત્ર ધારણ કરતાં, નાભિ ઉપર ભૂંગળ વગાડતાં તેમ જ ખભા અને બહુ ઉપર દીપક રાખી જીભ વડે મણિએ પરવીને ઉત્તમ નૃત્ય કર્યું.