________________
સંગીત, નૃત્ય અને નાટ્ય નળીમાંથી પાણી ગળતું જાય અને તે ગળી રહે ત્યારે નૃત્ય પણ પૂરું થાય એવું કંઈક હશે, એમ અનુમાન થાય છે.”
આ પરત્વે હું એ ઉમેરીશ કે નૃત્ય કરતી વેળા પાણી દેખાતું હશે. જો એમ જ હેય તે આ પાણી પૂરત નલિકાને ભાગ કાચને હશે.
ચાંડાલ કન્યાનું નૃત્ય – વસુ (સંભક ૩, પૃ. ૧૫૫)માં આ વાત છે. જેમકે કાળી, આભૂષણથી અલંકૃત અને સૌમ્ય રૂપવાળી ચંડાળની કન્યાઓ વડે વિંટળાયેલી એક ચાંડાળ કન્યાને એની સખીઓએ નાટયોપહાર વડે મહાસરની સેવા કરવાનું કહ્યું એટલે કુસુમિત અશોક વૃક્ષના આધારે રહેલી અને મંદ મંદ વાતા વાયુથી કપતી એવી જાણે લતા ન હોય તેમ એણે નૃત્ય કર્યું અને એની સખીઓ ત્યાં બેસીને મધુકરીઓની પેઠે કણને મધુર લાગે તેવું ગાન કરવા લાગી. પછી પેલી ચાંડાળ કન્યાએ નેત્રયુગલના સંચાર વડે દિશાઓની શ્રેણિને કુમુદના પત્રમય કરતી, હસ્તકમળના સંચાલનથી, કમળના કિસલયની લક્ષ્મીને ( સૌન્દર્યને ) ધારણ કરતી અને અનુક્રમે ઉપડતા ચરણ વડે ઉત્તમ સારસની શેભાને ધારણ કરતી નૃત્ય કર્યું. એ જોઈ વસુદેવને વિચાર આવ્યો કે શાસ્ત્રને બરાબર અનુસરી આ કન્યાએ પોતાના શિક્ષાગુણો દર્શાવ્યા છે. - મિત્રસેના વગેરેનો પરિચય – વસુમાંની “ધમ્મિલ્લ-હિંડી” (પૃ. ૬૮ )માં કામોન્મત્ત નામના વિદ્યાધરે રાજાઓ, શ્રેષ્ઠીઓ વગેરેની સોળ કન્યાઓ લાવ્યા અને એમાંથી એકે (મિત્રસેનાએ ) પિતાને તેમ જ બાકીની પંદરને પરિચય નીચે મુજબ અપાયાને ઉલેખ છે -
શ્રી ગન્ધર્વવિદ્યા અને ગીતમાં કુશળ છે; સેના નૃત્ય, ગીત અને વાત્રિમાં વિચક્ષણ છે; વિજયસેના ગન્ધર્વની ( રાગ-રાગણીઓની )