________________
સંગીત, નૃત્ય અને નાહ્ય એણે પત્ર પત્રે બત્રીસ બત્રીસ દિવ્ય નાટક કરી બતાવ્યાં.' હરિભદ્રસૂરિએ ઉવએસપય (ગા. ૨૧૦)માં શકે વિકલાં નાટકોની સંખ્યા દર્શાવતાં એક મુખવાળે ઐરાવત કહી, આઠ દંકૂશળ, આઠ પુષ્કરિણી, આઠ પદ્મ અને આઠ પત્રનો ઉલ્લેખ કર્યો છે. આના ઉપરની મુનિયદ્રસૂરિએ વિ. સં. ૧૧૭૪માં રચેલી વૃત્તિ (પત્ર ૧૬૪ અ )માં એકેક પત્રે ૩૨ પાત્રવાળું નાટક રચાયાનું કહ્યું છે. આથી નાટકની સંખ્યા ભિન્ન બને છે.
દેવની શક્તિ – વિવાહ (સ. ૧૪. ઉ. ૮, સુત્ત ૫૩૧ માં કહ્યું છે કે એક દેવ એક પુરુષની પાંપણ ઉપર દિવ્ય અને અત્યુત્તમ બત્રીસ નાટક વિકર્વી શકે છે અને તેમ છતાં એ પુરુષને જરા પણ પીડા થતી નથી.
વસતતિલકાનું નૃત્ય અને ધમ્મિલની પ્રશંસા – સંધદાસગણ વાચકે વસુદેવરિય નામને કથાસાહિત્યને એક વિસ્તૃત આકરગ્રંથ રચ્યો છે. અને આવસ્મયની ગુરુ વગેરેમાં “વસુદેવહિંડી ” તરીકે નિર્દેશ કરાવે છે. આ ગ્રંથ વિક્રમની છઠ્ઠી સદી કરતાં તે અર્વાચીન નથી જ. એના પૃ. ૨૮માં વસન્તતિલકાના નૃત્યને પ્રસંગ વર્ણવાયો છે. જેમકે વસન્તસેના ગણિકાને વસન્તતિલકા નામની પુત્રી હતી. એનું પ્રથમ નૃત્ય-પ્રદર્શન જોવાનું શત્રુદમન જિતશત્રુ) રાજાને મન થયું, એથી એણે ગેષ્ઠિકાના આગેવાનોને કહેવડાવ્યું કે વસત્તતિલકાની પરીક્ષા કરવાની મારી ઇચ્છા છે તે ચતુર પ્રેક્ષકને મોકલે. ગેષ્ઠિ કેએ ધમિલને મોકલ્યો. રાજાએ બીજા માણસોને પણ બોલાવ્યા અને પછી પોતે નૃત્ય જોવા બેઠા. વસન્તતિલકાએ મનોહર, દર્શનીય અને નૃત્ય માટે એવા ભૂમિભાગમાં નૃત્ય કર્યું. એ નૃત્ય
૧ આ હિસાબે નાટકની સંખ્યા ૧ ૪ ૮ ૪ ૮ ૪ ૮૪ ૮૪ ૮ ૪ ૩૨ = ૧૦૪૮૫૭૬ થઈ.