________________
સંગીત, નૃત્ય અને નાટ્ય
બીજી રધૂળ અને સ્થિર તંત્રીઓ બનાવી એને ભણાવે. તંત્રીઓ તૈયાર કરાતાં સુગ્રીવે વસુદેવને કહ્યું કે ધીરે ધીરે. તંત્રીઓને સ્પર્શ કર. તેમ કરાતાં સુગ્રીવે ગીત આપ્યું. આ ગીત ગાઈ હું ગન્ધર્વદત્તાને હરાવીશ એમ વસુદેવ સહાધ્યાયીઓને કહેતા ત્યારે તેઓ ખૂબ હસતા.
પરીક્ષાના દિવસે સુગ્રીવે વસુદેવને સભામાં આવવા ના પાડી તે એમણે બ્રાહ્મણીને પહેલાના જેવું બીજું કડું આપ્યું એટલે એમને જવા મળ્યું. સભાની યોજના જઈ આવું સભાગૃહ તે વિદ્યાધર–લેકમાં છે, અહીં નથી એમ વસુદેવે કહ્યું. તે સાંભળી ચારુદત્તે એમને આસન આપ્યું. ભીંત ઉપર બે હાથી ચીતરેલા હતા તે અલ્પાયુ છે એમ વસુદેવે કહ્યું ત્યારે એની ખાતરી કરવા માટે વસુદેવના કહેવા મુજબ પાણીનું વાસણ ભીંતને અડકાડી મૂકાયું એટલે બાળકેએ રમતાં રમતાં પાણી લઈ હાથી ભૂસી નાંખ્યા.
ગન્ધર્વદત્તા આવી. પછી વસુદેવને એક વીણા અપાતાં આ વીણાના તુંબડાને ગર્ભ બરાબર સાફ કરાવેલે નથી માટે એ સ્પર્શ કરવા એગ્ય નથી એમ કહી વણની તંત્રીએ ભીંજાવી તે ઉપરના વાળ વસુદેવે બતાવ્યા, બીજી વીણુ અપાતાં વસુદેવ બોલ્યા: આ તે દાવાનળથી બળેલા લાકડામાંથી બનાવાયેલી હોવાથી એને સર કઠોર છે. ત્રીજી વીણુ અપાતાં વસુદેવે કહ્યું કે આ વીણું તે પાણીમાં ડૂબેલા લાકડામાંથી બનાવાઈ છે એટલે એને સૂર ગંભીર નીકળે. પછી
- ૧ એને અર્થ નીચે મુજબ છે :
આઠ નિગ્રંથ “સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર)માં પેઠા અને કોઠાના ઝાડની નીચે બેઠા. એક કડું પડયું અને એકનું માથું ભાંગ્યું. “અ અો ” એમ બોલતા શિષ્ય હસવા લાગ્યા. સરખાવો પૃ. ૩૩ત પદ્ય