________________
નં.-૨૭ —: વિશેષજ્ઞ :
ભગવાન મહાવીરને જીજ્ઞાસુએ પ્રશ્ન કર્યો ભગવન્! જિનશાસનનો સાર શું છે ? પ્રભુએ જવાબ આપ્યો. જેવી ઈચ્છા તું તારા માટે રાખે છે, એવું વર્તન તું બીજાઓ પ્રત્યે કર. તું તારા માટે જે નથી ઈચ્છતો તેવું વર્તન બીજાઓ પ્રત્યે પણ ન કર. સહુ જીવોને આત્મતુલ્ય (પોતાની માક) સમજીને જીવવું એજ જિનશાસનનો સાર છે.
સંસારરૂપી વિકટ વનમાં થઈ છે એવું ચિંતવન કરવું.
संसार विषमदुर्गे भवग्रहणे कथमपि मया भ्रमता । दृष्टो जिनवरदृष्टो ज्येष्टो धर्मो इति चिंतयेत् ॥
ભ્રમણ કરતાં કરતાં મને જિનવરદ્વારા ઉપદેશવામાં આવેલ ઉત્કૃષ્ટ ધર્મની પ્રાપ્તિ
મુલાચાર પાન-૪૨૭ હે પ્રભુ જ્યાંસુધી મારો મોક્ષ ન થાય ત્યાંસુધી બાકીના ભવોમાં મને ૧) શાસ્ત્ર પઠન, ૨) જિનભક્તિ, ૩) સત્પુરુષોની ભક્તિ, ૪) સુચારિત્રવાન જીવોના ગુણોની કથા, ૫) પરનિંદાનો ત્યાગ, ૬) પ્રિય વચન અને ૭) આત્મતત્ત્વનો વિચાર કાયમ રહો.
હે ભગવંત! માનસ્તંભની રચના એજ પાષાણ (આરસપાણ) અને એજ રત્નોથી નિર્માણ થયેલ છે, છતાં કોઈ રાજમહલ યા નિવાસમાં તેમજ સ્ત્રીના ગળાના હારમાં બંને મમત્વ અને અભિમાન-મદ વધારવાનાં કારણ-નિમિત્ત બને છે. જ્યારે માનસ્તંભ કોઈના પણ માનને ઓગળી જવાનું નિમિત્ત બને છે. એ આપની વીતરાગતાનો કોઈ અચિંત્ય પ્રભાવ છે.
હે પ્રભો! પરમભાવથી આપના ચરણમાં પ્રણમીને મારી એકજ પ્રાર્થના છે કે આપના વચનરૂપી રત્નોને ગ્રહણ કરવામાં મને સદાને માટે આલ્હાદ પ્રસન્નતા-ઉલ્લાસ વર્તો!
આ પ્રમાણે ભૂમિકા બાંધી પ્રાજ્ઞ પુરુષના હ્રદયમાં ભગવાનનાં કયાં વચનો ઉલ્લેસી રહ્યાં છે તેની વાત :
‘હે ગૌતમ સર્વ ગીતો વિલાપ સમાન છે. સર્વ નૃત્યો વિડંબના સમાન છે. સર્વ રત્નજડીત આભરણો ભારરૂપ છે અને સર્વ કામભોગો (જન્મજન્માંતરોમાં) દુ:ખના વહનારા છે એમ જાણ.'
सव्वे आभरणा भारा सव्वे कामा दुहावहा ।
-
આયતુતે પયાસુ : પ્રાણીઓને પોતાની સમાન દેખ !
शीवमस्तु सर्वजगत; परहित निरता भवन्तु भूतगणा: । दोषा प्रयान्तु नाशं, सर्वत्र सुखीनो भवन्तु હોળી
સારાયે જગતનું કલ્યાણ થાઓ. બીજા જીવોના હિતમાં સર્વજીવો રચ્યા પચ્યા રહો. દોષોનો સર્વથા નાશ થાઓ અને સર્વ ઠેકાણે જીવો સુખી રહો.
सर्वेऽपि सुखीन: सन्तु सर्वे सन्तु निरामया: । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॥
· સર્વ જીવો સુખી થાઓ. સર્વ જીવો નિરામય-નિરોગી રહો. સર્વ જીવો સાચા-કલ્યાણના માર્ગને-મોક્ષમાર્ગને દેખતા થાઓ અને કોઈ જીવને દુ:ખ ન થાઓ.
दुकखकरवय कम्मकरवय समाधिमरणं च बोहिलाभो य । एवं पत्थेयव्वं ण पत्थणीयं तओ अण्णं ।। १२१२ ।।
- ૦૭ -
ભગવતી આરાધના