________________
નં.-૨૧-૨૨-૨૩ -: ૨૧. ગુણીજનોના ગુણમાં પક્ષપાત :– – ૨૨. અતિથિ, સાધુજન, દીનજનોની યોગ્યતાનુસાર સેવા :–: ૨૩. વ્રતી – જ્ઞાનવૃદ્ધ પુરુષોની સેવા સુશ્રુષા :–
लोकद्वयविशुध्यर्थ भावशुद्धयर्थमञ्जसा। विद्याविनयवृद्धयर्थं वृद्धसेवैव शस्यते॥१॥
– જ્ઞાનાર્ણવ- ૨૫૪ અનાયાસ (unconciously) આ લોક તેમજ પરલોકના હિતને માટે, પોતાના ભાવો તેમજ કષાયની મંદતા રૂપ વિશુદ્ધિને માટે તેમજ જ્ઞાનવિનયની વૃદ્ધિને માટે વૃદ્ધ જ્ઞાની પુરુષોની સેવા કરવાનો બોધ કરવામાં આવેલ છે. સ્વપરના વિવેકપૂર્વક જ્ઞાનરૂપી ચહ્ન જેનાં ખુલી ગયાં છે અને આત્મહિત જે મોક્ષ તેમજ સ્વપરના હિતમાં રાતદિન જેની એકમાત્ર પ્રવૃત્તિ છે તેને વૃદ્ધ કહેલા છે. કેવળ અવસ્થા-ઉમરથી જિનમાર્ગમાં કોઈને વૃદ્ધ કહેલા નથી.
“વિષયોંકી આશા નહિ જિનકે, સામ્યભાવ ધન રખતે હૈ. નિજપરકે હિત સાધનમેં જે નિશદિન તત્પર રહતે હૈ, સ્વાર્થત્યાગકી કઠીન તપસ્યા બિના ખેદ કરતે હૈ;
નિા સાધુ જગતકે દુ:ખસમુહકો હરતે હૈ.” “રહે સદા સત્સંગ ઉન્હીકા. ધ્યાન ઉન્હીકા નિત્ય રહે. ઉનહી જૈસી ચર્યા મેં, યહ ચિત્ત સદા અનુરક્ત રહે;
નહી સતાઉ કિસી જીવકો, જૂઠ કભી નહિ કહ્યા કરું, ' પરધન વનિતા પર ન ઉભાઉ, સંતોષામૃત પિયા કરૂં.
મેરી ભાવનામાંથી साक्षावृद्धानुसेवेयं मातेव हितकारिणी।
विनेत्री वागिवाप्तानां दीपिकैवार्थदर्शिनी॥ ११॥ આ વૃદ્ધસેવા સાક્ષાત માતાની માફક હિત કરવાવાળી છે અને આમવાણી (જિન પ્રવચન)ની સમાન સમીચીન-યથાર્થ શિક્ષા પ્રદાન કરવાવાળી છે અને દિપકની સમાન પદાર્થોના સ્વરૂપને દેખાડનારી છે (પદાર્થોનું સ્વરૂપ એટલે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષનું સ્વરૂપ)
જે મનુષ્યના હૃદયમાં સત્પષોના વચનરૂપી દિપકની પરિપાટી પ્રકાશમાન છે તેને તત્ત્વમાં, તપમાં તેમજ વૈરાગ્યમાં ઉત્કૃષ્ટ પ્રીતિ થઈ જાય છે.”
વૃદ્ધનુવાદિન ૨ gિશ્ચતત્ત્વ નિશ્ચય: ર૬ છે. વૃદ્ધ જ્ઞાની પુરુષોના અનુયાયીને જગતમાં રહેલા સમસ્ત પદાર્થો અને તેના ભાવો (ગુણદોષ)નો નિશ્ચય સહજમાં થઈ જાય છે અને અજ્ઞાનનો લેશ માત્ર સાવ રહેતો નથી.
___दृष्टवा त्वा यमी योगिपुण्यानुष्ठानमूर्जितम्।
आक्रमति निरातमक पदवीं तैरुपासिताम् ॥ २८ ॥ સંયમી મુનિ યોગીશ્વરોના મહાપવિત્ર આચરણના અનુષ્ઠાનોને સાંભળી તેમજ પ્રત્યક્ષ જોઈને યોગીશ્વરોએ
- ૭૦