________________
નં.-૫
–: પ્રસિદ્ધ દેશાચારનું પાલન :– In Rome be a Roman દેશ તેવો વેશ' Cut your coat according to your cloth.
આ દુનિયામાં વિવિધ જાતના પરિબળો (જેમાંનો એક અંશ પણ આપણી ધ્યાનમાં નથી) કામ કરી રહ્યાં છે. આ બધું ભગવાને બાર ભાવનાઓમાં “સંસાર ભાવના' અને ચાર ધર્મધ્યાનમાં સંસ્થાનવિચય ધર્મધ્યાન'માં કહેલ છે. આ બધા પરિબળો વચ્ચે રહેલ આપણો આત્મા બસ એકજ છે. ભગવાને ત્રણ પ્રકારે ચેતના (જીવ)નું વર્ણન કર્યું: જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મફળ ચેતના. કર્મફળ ચેતનામાં પરવશ, અસહાય દુ:ખનો જ ભોગવટો છે. કોઈ દાદ ફરિયાદ છે નહીં. કર્મ ચેતના મુખ્યત્વે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને હોય છે (બાકી બધા ત્રસ જીવોને ઓછાવત્તા પ્રમાણમાં હોય છે.) તેમના માટે આ ‘પ્રસિદ્ધ દેશાચારનું પાલન' નામના ગુણનું વર્ણન છે. આ બધાની વચ્ચે પોતાની જાતને adjust કરી જીવન-નિવોહ ? પ્રવૃત્તિ કરવાની છે. પ્રસિદ્ધ દેશાચાર જેના ઉપલક્ષમાં લોકાચાર પણ આવી જાય તેના પાલનથી વિરોધના પરિબળોનો હ્રાસ થાય છે. તથા મોટે ભાગે ઉદ્દભવ પણ થતાં નથી. આજકાલ ‘આંખમાં અમીવાળા' ભજનો બહુ ઓછા જોવા મળે છે માટે કોઈને પોતાના દુશ્મન કે વિરોધી બનવાનું કારણ ન આપવું.
पडिणीयं च बुद्धाणं, वाया अदुव कम्मणा।
आवी,वा जइ वा रहस्से, णेव कुज्जा कयाइ वि॥ હે ગૌતમ તત્વજ્ઞ હોય કે સાધારણ માણસ હોય, કોઈએ કોઈની સાથે કટુવચન કે શારીરિક ચેષ્ટાદ્વારા પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષરૂપથી શત્રુતા કરવામાં બુદ્ધિમતા નથી.
. लोकः खल्वाधारः सर्वेषां धर्मचारिणां यस्मात्।
- તાવિરુદ્ધ ઘર્ષવિરુદ્ધ સંતાક્યમ્ II ખરેખર સર્વ ઘાર્મિક જનોનો આધાર લોક છે. તેથી લોકવિરૂદ્ધ ધર્મવિરૂદ્ધ ઉપલક્ષણથી દેશવિરૂદ્ધ કામ
કામ કરતા જીવોને આશરો ન આપવો. જયવીયરાય'માં પણ
'लोगविरुद्धचाओ गुरुजणपूजा परत्थकरणं च ।
सुहगुरुजोगो तव्वयणसेवणा आभवमखंडा॥ અહી લોકવિરૂદ્ધ આચરણના ત્યાગ કરવાની વાત કરી.
મુનિજનો પણ નિરપેક્ષ અને નિરાલંબન હોવા છતાં પ્રસિદ્ધ દેશાચારનું પાલન કરે છે. એટલે કે અપવાદ ઉભો થાય એવા વચનો બોલતા નથી, જેથી રાજાદિ તરફથી ઉપદ્રવ થાય.