________________
(૧) –: ક્ષયોપશમ લબ્ધિ :– જ્ઞાનાવરણાદિક જે અપ્રશસ્ત કર્મ પ્રકૃતિઓ તેની જે શક્તિનો અનુભાગ જે કાળમાં સમયે સમયે અનંતગુણા ઘટતા પ્રમાણ પૂર્વક ઉદયમાં આવે તે કાળમાં ક્ષયોપશય લબ્ધિ જાણવી.
(૨) –: વિશુદ્ધિલબ્ધિઃક્ષયોપશમ લબ્ધિ હોતાં શતાવેદનીયાદિ પ્રશસ્ત કર્મ પ્રકૃતિના બંધનું કારણ ધર્માનુરાગરૂપ શુભ પરિણામની પ્રાપ્તિ તેને વિશુદ્ધિ લબ્ધિ જાણવી. હવે આના સંદર્ભમાં શતાવેદનીય પ્રકૃતિનો બંધ કેવા પરિણામથી થાય તે જોઈએ:भूतव्रत्यनुकंपा दानं सरागसंयमादियोगः क्षान्ति शौचमिति सद्वेदस्य॥ १३ ॥
– તત્વાર્થસૂત્ર અધ્યાય-૬ સૂત્ર-૧૨ જગતના સમસ્ત જીવો તેમજ વ્રતી જીવો પ્રત્યે અનુકંપાના ભાવ, દાન, સરાગસંયમાદિ યોગ, ક્ષાતિ (ક્રોધ અને માનના ઉપશાંતરૂપ ઉપશમ તેમજ કોમળ ભાવ) અને શૌચ (માયા અને લોભના ઉપશાંતરૂપ સરળ અને સંતોષરૂપ ભાવ) થી શતાવેદનીય કર્મનો બંધ થાય છે.
(૩) –: દેશનાલબ્ધિ :– છ દ્રવ્ય, (જીવ, પુગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ). તેમજ નવ પદાર્થ (જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ) ના સત્યાર્થ ઉપદેશ કરવાવાળા આચાર્યાદિકની અગર તેમના ઉપદેશની પ્રાપ્તિ (જેમાં જિનાગમનો સમાવેશ થાય, જે ગણધર પ્રભુથી માંડી પરંપરા પૂર્વક આચાર્યોએ રચેલ શાસ્ત્રોમાં આજે પણ ભવ્યજીવના ભાગ્યોદયથી મોજાદ છે) અગર તેમણે ઉપદેશેલ તત્ત્વની ધારણા, તેને દેશના લબ્ધિ જાણવી. અહીં તત્વાર્થનો ઉપદેશ કરવાવાળા આચાર્યદિકની પ્રાપ્તિને પણ દેશના લબ્ધિ કહી તેનું કારણ એ છે કે દેશના લબ્ધિ, આગળની બે લબ્ધિઓ ક્ષયોપશમ લબ્ધિ અને વિશુદ્ધિલબ્ધિ પૂર્વક હોતાં જીવમાં તત્ત્વગ્રહણ કરવાની યોગ્યતા માટે અનિવાર્ય ભૂમિકા છે જ. નરકાદિ વિષે જ્યાં ઉપદેશ દેવાવાળા કોઈ મલે નહિ ત્યાં પૂર્વભવમાં આરાધના કરેલ જીવને તત્વાર્થના સંસ્કારના બળથી સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે. નરકમાં ક્ષેત્રાદિ જનિત અસહ્ય દુ:ખોથી કોઈ પૂર્વભવના આરાધક જીવને કર્મવશાત્ કોઈ મનુષ્ય વધ અગર ઘોર હિંસાયુક્ત પાપારંભથી બાંધેલ નરકગતિનો બંધ અને તેના દુ:ખો જેને “વિપાક વિચય ધર્મધ્યાન' કહેવામાં આવેલ છે તે ધર્મધ્યાન પર ચઢી જતાં પોતે પૂર્વભવમાં કરેલ પાપના અત્યંત પશ્ચાતાપપૂર્વક વિશુદ્ધિ થતાં અને તત્ત્વાર્થના સંસ્કારના બળથી આ પ્રથમોપશમ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ જાય છે. (તે પણ આ પાંચ લબ્ધિપૂર્વક જ જાણવી.)
- ૪) –: પ્રાયોગ્યલબ્ધિ :અગાઉ જણાવેલ ત્રણ લબ્ધિયુક્ત જીવ અંતરંગ ભાવોની વિશુદ્ધતામાં ઉત્તરોત્તર સમયે સમયે વૃદ્ધિપૂર્વક (આયુષ્ય કર્મને છોડી) બાકીની જ્ઞાનાવરણાદિ સાત પ્રકૃતિની સ્થિતિ (જ્યાં એક કોડાકોડી સાગરોપમથી અધિક જેની સ્થિતિ પડેલી છે) તેનો એક કાંડકઘાત કરી એટલે કે છેદ કરી અવશેષ રહી જે અંત:કોડાકોડી સ્થિતિ સમાન કરી નાખે છે. એટલે કે તે જીવની વિશુદ્ધતાના કારણે કર્મોની સ્થિતિમાં આ પ્રમાણે ફેરફાર થઈ બધાયે સાતે કર્મોની સ્થિતિ અંત:કોડાકોડી પ્રમાણ રહી જાય છે. - તદુપરાંત ચાર ધાતિયા કર્મની દારૂ-લતારૂપ અને આયુષ્યકર્મ સિવાયની બાકીની ત્રણ અઘાતિ કર્મની નીબ-કાંઇ રસરૂપ ક્રિસ્થાનગત અનુભકા અવશેષ રહે છે તે પ્રાયોગ્યલબ્ધિ જાણવી.
, - ''. - } '}}{ A A આ ચાર લબ્ધિઓ, ભવ્ય તેમજ અભવ્ય જીવને અસંખ્યાતવાર પ્રાપ્ત હોય છે. એટલે કે આટલી હદ
-
- ૧૩૧ -