________________
–: પ્રથમોપશમ સમ્યકત્વની પ્રાપ્તિ : – ઉપશમ સમ્યકત્વ સંજ્ઞી પંચેન્દ્રિય, ગર્ભજ (મનુષ્ય, તિર્યંચની અપેક્ષાએ) અને પર્યાપ્ત જીવોને ચારે ગતિમાં ઉપજે છે. તે પણ ભવ્ય જીવને, જે ક્ષયોપશમાદિ પાંચ લબ્ધિસ્વરૂપ વિશુદ્ધિના ધારક હોય, ગુણદોષના વિચારરૂપ સાકાર જ્ઞાનોપયોગ સહિત હોય, જાગૃત અવસ્થામાં હોય (નિદ્રામાં ન હોય) તેને ઉપજે છે. અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવને પ્રથમોપશમ સમ્યકત્વની પ્રાપ્તિ થતાં તેનો સંસાર પરિભ્રમણકાળ ઉત્કૃષ્ટ અર્ધ પગલપરાવર્તન જેટલો રહે છે. ઉપર જણાવ્યા મુજબ જે કંઈ સંસારભ્રમણનો કાળ બાકી રહે તેમાં જીવ અસંખ્યાતવાર પ્રથમોપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે અને વમી નાખે. અરે! પાંચમું ગુણસ્થાન પણ જીવને અસંખ્યાતવાર આવે અને પાછો પડે. છઠ્ઠ ગુણસ્થાન ઉત્કૃષ્ટ ૩૨ વાર આવે. દ્વિતીયોપશમ સમ્યકત્વ એક ભવની અપેક્ષાએ બે વાર અને સમગ્ર સંસાર કાળ દરમ્યાન ઉપશમશ્રેણી ચઢતાં ક્ષયોપશમ સમ્યકત્વયુકત નિગ્રંથ મનિને ચાર વાર ઉપજે. ત્યારબાદ નિયમથી ક્ષપકશ્રેણી માંડી મોક્ષે જાય. પ્રથમોપશમ સમ્યત્વની ઉત્પત્તિના કાળમાં મનુષ્ય-તિર્યંચ જીવની અપેક્ષાએ ત્રણ શુભ લેશ્યા - પીત, પદ્મ અને શુક્લ તેમાંથી કોઈ એક વેશ્યા હોય. (નારકીના જીવને કાપોતલેશ્યામાં ઉપજે.) જ્યારે સમ્યગ્રુષ્ટિ જીવને છ એ વેશ્યાઓ હોવી સંભવે છે. પાંચમા ગુણસ્થાન સ્થિત શ્રાવક તેમજ છઠ્ઠા ગુણસ્થાન સ્થિત નિગ્રંથ મુનિને ત્રણ શુભલેશ્યામાંથી કોઈ પણ લેશ્યા હોય. અશુભ લેશ્યાયુક્ત જીવને પાંચમું તેમજ છઠ્ઠ ગુણસ્થાન સંભવે નહીં. ( શ્રેણી ચઢતાં આઠમા ગુણસ્થાન અને તેથી આગળ શુકલ લેશ્યાજ હોય. પ્રથમોપશમ સમ્યકત્વનો ઉત્કૃષ્ટ કાળ એક અંતર્મહૂર્ત હોય. આમાંથી સાર એ નીકળે છે કે જેને સમ્યત્વની પ્રાપ્તિની ઈચ્છા હોય તેણે પોતાની લેયા સુધારવી. વેશ્યાનું સ્વરૂપ ગોમટ્ટસારાદિ સિદ્ધાંત ગ્રંથોમાં જોઈ લેવું. આ પુસ્તિકામાં તેનું સંક્ષેપમાં પાન ૮૦ થી ૮ર પર વિરોષજ્ઞ નામના ર૭મા ગુણના વર્ણનમાં કરેલ છે ત્યાંથી જોઈ લેવું. આ પ્રકરણમાં વિશુદ્ધિ અંગની મુખ્યતા હોવાથી પુનરોક્તિનો દોષ વહોરીને પણ નીચે આપેલ છે :
-: ગોમદ્રસારમાં લશ્યાનું સ્વરૂપ દ્રષ્ટાંતપૂર્વક :કૃષ્ણાદિ પ્રત્યેક છ લેશ્યાવાળા પુરૂષો માર્ગથી ભ્રષ્ટ થતાં વનમાં ફળોથી ભરેલા એક જાંબુના ઝાડને દેખીને વિચાર કરે છે:
કૃષ્ણ લેશ્યાવાળો ઝાડને મૂળથી ઉખેડી ફળ ખાવાનો, નીલ ગ્લેશ્યાવાળો મોટી ડાળને કાપીને ફળ ખાવાનો, કાપોત લેવાવાળો ફળોના ઝુમખાઓથી ભરેલ નાની ડાળને કાપીને ફળ ખાવાનો, પીત લેયાવાળો એક બે ઝુમખાં (જેમાં કાચાં તેમજ પાકાં ફળો બેઠેલાં છે, તેને જ તોડીને તેમાંથી ફળ ખાવાન, પદ્મ લેશ્યાવાળો જે તે ઝુમખામાંથી પાકાં પાકાં જોઈએ તેટલાં ફળો ચૂંટીને ખાવાનો જ્યારે શુકલ લેયાવાળો પાકીને સ્વયં ભૂમિ પર પડેલાં ફળોને સાફ કરીને ખાવાનો મનસૂબો મન, વચન અને કાયથી કરે છે. જીવની જે પ્રકારે ગતિ થવાની હોય તે પ્રકારની ચેષ્ટા જીવને હોય છે. જે મરતવન'
જીવને વેશ્યાની વિશુદ્ધિ અધ્યવસાન-ધર્મચિંતનથી થાય છે. મંદ કષાયવાળા જીવોને તે વિશુદ્ધિ હોય છે. કષાયોની મંદતા સમસ્ત બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરનારને થાય છે. કષાયની તીવ્રતાવાળો જીવજ સર્વ પાપરૂપ પરિગ્રહને ગ્રહણ કરે છે. જેમ અગ્નિ ઈંધનવડે વધે છે અને ઈંધન વગર બુઝાઈ જાય છે તેમ કષાયો પરિગ્રહવડે વધે છે અને તેના વગર શાંત થાય છે."
– ‘ભગવતી આરાધના' ગાથા ૧૯૧૭ થી ૧૯૨૦ ચક્રવતીની બેજ ગતી હોય છે. સર્વ પરિગ્રહનો ત્યાગ કરી જિનદીક્ષા ગ્રહણ કરે તો ક્ષપકશ્રેણી માંડી મોક્ષે જાય અગર તો કંઈક કમ રહી જાય તો પાંચ અનુત્તર વિમાનમાં અને બનતા સુધી સર્વાર્થસિદ્ધિના વિમાનમાં
- ૧૨૯ -