________________
નં.-૩૫
–: વશી :– आसन्नकालभवसिद्धि यस्य जीवस्य लकखण इणमो।
विसयसुहेसु न रजइ सव्वत्थामेसु उजमइ। - આસન્નભવ્ય જીવોનું લક્ષણ એ છે કે તેઓ પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત થતા નથી અને સર્વ અવસ્થાઓમાં પોતાના આત્માનો ઉદ્ધાર કરવામાં જ પ્રયત્નશીલ રહે છે.
જે પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં વૃદ્ધ લોલુપ છે તે ક્રોધ, માન, માયા અને લોભથી પ્રેરિત હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ પાપોમાં પ્રવર્તે છે. આરંભ અને પરિગ્રહને પાપની ઉત્પત્તિનાં સ્થાન ભગવાને કહેલ છે. આરંભમાં હિંસા અને પરિગ્રહમાં પાંચ ઈન્દ્રિયોની આસક્તિ મૂળ છે. આ જિનશાસનમાંજ એમ કહેવામાં આવેલ છે કે જે વિષયોમાં વૃદ્ધ છે તે હિંસાદિ પાંચ પાપોમાં પ્રવર્તે છે.
अजिताक्ष: कषायाग्निम् विनेतुम् न प्रभुर्भवेत्।
तत: क्रोधादिकं जेतुम् अक्षरोध: प्रशस्यते।। જેણે પાંચ ઈન્દ્રિયોના વિષયો પર કાબુ મેળવ્યો નથી તે કષાયરૂપી અગ્નિને શાન્ત કરવા સમર્થ થઈ શકતો નથી. તેથી જેને ક્રોધાદિ (ક્રોધ, માન, માયા અને લોભીને જીતવાની ઈચ્છા છે તેણે પ્રથમ પાંચ ઈન્દ્રિયોને જીતવી આવશ્યક છે.”
Till a man is hankering after gratisication of Senses (44 S41 વિષયો) and swayed away by anger (ક્રોધ) Ego (માન) Crookedness (માયા) and greed (GLC) He is in a lower darkned stage of life and for him there is no hope of peace in this life and the life to follow (P41649 1467 420494)
બીજી બાજુ ઈન્દ્રિય અને કષાયના વિજયી, આરંભ પરિગ્રહથી રહિત, જંગતમાં એક પરમાણુ માત્ર પણ મારું નથી એવા આકિંચ ભાવથી યુક્ત નિગ્રંથ મુનિના સુખનું વર્ણન:
અત્યંત આત્મોપન્ન વિષયાતીત અનુપ અનંત ને;
વિચ્છેદહીન છે સુખ અહો! શુદ્ધોપયોગ પ્રસિદ્ધનેTI ૧૩ | આગળ શુદ્ધપયોગની વ્યાખ્યા કરે છે :
સુવિદિત સૂત્ર પદાર્થ સંયમ તપ સહિત વીતરાગ ને; સુખદુ:ખમાં સમ શ્રમણને શુદ્ધોપયોગ જિનો કહે ૧૪
શ્રી પ્રવચનસાર.. સુખી કોણ ? અસંયત રસમ્યગ્દષ્ટિ કે જેની પાસે સુખ સામગ્રી અને વૈભવના સાધનો વિપુલ પ્રમાણમાં છે તે કે પાંચમા ગુણસ્થાનવતી, અણુવ્રતધારી શ્રાવક કે જેને પરિગ્રહાદિની મર્યાદા નક્કી કરી રાખી છે અને દિવસે દિવસે તે ઓછી કરતા જઈ સર્વ પરિગ્રહત્યાગ કરી નિગ્રંથ મુનિવ્રત અંગીકાર કરવાની ભાવના રાખે છે તે?
ઉપર ઉપરના દેવોમાં સુખની માત્રા અધિક અને પરિગ્રહ અલ્પ-અલ્પ હોય છે. સર્વાર્થસિદ્ધિના દેવોમાં સૌથી અલ્પ પરિગ્રહ છે જ્યારે સુખની માત્ર.સર્વથી અધિક છે. તેનું કારણ સમ્યકદર્શન અને શુકલલેશ્યા છે.
હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ ગર્ભિત મહાન આરંભ-સમારંભથી દ્રવ્યની પ્રાપ્તિ એ પુણ્યનું ફળ છે અગર તો ભગવાનની કૃપાનું ફળ છે એ માન્યતા એ જગતનું અને તેમાં વર્તતા જીવોનું જેટલું અકલ્યાણ કર્યું
- ૧૧૬ -