________________
નં.-૩ર
– સૌમ્ય :अपकारिण्यपि प्राया सौम्याः स्युः उपकारिण:।
मारकेभ्योऽपि कल्याणं रसराज: प्रयच्छति॥ એવી એક લોકોક્તિ છે કે પારાનું મારણ કરી તેમાંથી એક પ્રકારનો રસ ઉત્પન્ન કરવામાં આવે છે જેનાથી લોહ પણ સોનારૂપે પરિણમી જાય છે. અહીં શાસ્ત્રકાર એમ કહેવા માગે છે કે પારો પોતાના મારનારને પણ સુવર્ણ આપે છે તેમ સૌમ્ય સ્વભાવ અને આકૃતિવાળા પુરુષો પોતાના પર અપકાર કરનારને પણ ઉપકાર કરે છે એવો જ કોઈ તેમનો સ્વભાવ છે.
, સી ચેષ્ટને સ્વસ્થ: પ્રૉજ્ઞનવાનો. प्रकृति यान्ति भूतानि निग्रहो किं करिष्यति। “જેવી પ્રકતિ પોતાની, જ્ઞાનીએ તેમ વર્તતો; સ્વભાવે જાય પ્રાણીઓ, કરે નિગ્રહ કેટલું?”
– ભગવદ્ગીતાનો ગુજરાતી પદ્યાનુવાદ સ્વ. કિશોરલાલ મશરૂવાલા. ચંદનવૃક્ષ તેને કાપનાર કુહાડીની ધારને પણ સુંગંધીત કરે છે તેમ સૌમ્ય પ્રકૃતિધારી મુનીશ્વરો પોતાના પર અપકાર કરવાવાળા પર પણ ઉપકારજ કરે છે.
શ્રેણિક રાજાના જીવનના એક ચિરસ્મરણીય પ્રસંગની વાત છે કે તેમણે એક વખત કુતૂહલ બુદ્ધિથી ગંબર મુનિના ગળામાં મરેલા સર્પને મૂક્યો હતો. ત્રણ દિવસ બાદ ચેલણા રાણી જે ચતુર્વિધ સંઘની ભક્તિ સહિત જૈનધર્મની ચુસ્ત અનુયાયી હતી તેને આ વાતની જાણ થતાં રાતોરાત (સુશ્રાવકો સંધ્યાકાળ બાદ બીજે દિવસે સૂર્ય ઉગ્યાબાદ અમુક ટાઈમ સુધી ઘરમાંથી બહાર પગ મૂકતા નથી એવો તેમનો આચાર હોવા છતાં) ગુરૂભક્તિથી પ્રેરાઈ અને આ ઉપસર્ગથી અત્યંત વિહવળ બની જઈ શ્રેણિક રાજા સાથે જ્યાં મુનિ બિરાજમાન હતા ત્યાં પહોંચી જઈ મનિના ગળામાંથી (જે સ્થિતિમાં મૂક્યો હતો તેવી જ સ્થિતિમાં રહેલો જોઈ) પોતે ઉપાડી લીધો. મુનિરાજે બંનેને સંબોધી યુવઈર્ષ વૃદ્ધિાતુ’ ‘તમારા બંનેને ધર્મની વૃદ્ધિ થાઓ' એ પ્રમાણે આશીર્વચન કહ્યું. આ પ્રકારની મનિની સૌમ્ય પ્રકૃતિથી પ્રભાવિત થઈ શ્રેણિક રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો. અને તે પણ કેવો! જે આવતી ચોવીસીમાં ‘પદ્મનાભ' નામ ધારી પ્રથમ તીર્થંકર થશે. આ બધો સૌમ્ય પ્રકતિનો અને આંખમાં પ્રતિભાસતી નિષ્કારણ કરૂણાનો પ્રભાવ જાણવો.
कामठे धर्मेन्द्रे च स्वोचितं कर्म कुर्वति।
प्रभुस्तुल्य मनोवृत्ति तस्मै श्री पार्श्वनाथै : नमः॥ એક બાજુ કામઠ પાર્શ્વ પ્રભુને ઉપસર્ગ કરતો જાય છે અને બીજી બાજા ધર્મેન્દ્રદેવ તેમાંથી ભગવાનને ઉગારતો અને ઉપસર્ગ નિષ્ફળ કરતો જાય છે. બંને પ્રત્યે સમભાવથી જોતાં સૌમ્યમૂર્તિ પાર્શ્વનાથ ભગવાન મનમાં વિચારે છે કે બંને જણ પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે કામ કરી રહ્યા છે. ભગવાન પોતે તો પોતાના વીતરાગભાવની સાધનામાં અડોલ અને અકંપ સ્થિત છે.
સંગમદેવે એક રાત્રિમાં મહાવીર પ્રભુને ર૦ ઉપસર્ગો (એકથી બીજે વધુ ભયંકર) કર્યા. છ મહિના સુધી ઉપસર્ગો કર્યા જ કર્યા. છેવટે ભગવાન મહાવીરને પોતાના જ્ઞાન-ધ્યાનથી બીલકુલ ચલાયમાન ન થતા જોઈને પોતાને સ્થાને પાછો ચાલ્યો ગયો. પ્રસંગનું વર્ણન કરતાં શાસ્ત્રકાર કહે છે !!
વૃતાપરાયેડજિગને પામન્થનતારો, ईषद्बाष्पार्द्रयोभद्रं श्री 'वीर' जिननेत्रयो :॥ .
- ૧૦૨ -
ગાવો