________________
તેમના સૂઈ ગયા બાદ સૂવું અને તેમના પહેલાં પથારીમાંથી ઉઠી જવું. અહીં બધે ઠેકાણે માનવાચક “તમે શબ્દ વાપર્યો છે. તેમની-તેમના વિ. શબ્દો વાપર્યા છે. તેની–તેના શબ્દો વાપર્યા નથી. ચોથા આરાની આ સંસ્કૃતિ હતી.
'Shame! where is thy blush!
- Shakespeare 'Hamlet' Act III Sec. 4 ઘણીવાર આવેશમાં આવી જઈ વગર વિચાર્યું બોલી જવામાંથી તેમજ કલહની ઉત્પત્તિમાંથી બચાવનાર આ લજ્જા નામનો ગુણ, સુખી કુટુંબ અને તેની માન-મર્યાદાની ચાવીરૂપ છે. ઉપાડેલ કાર્યનો સાંગોપાંગ નિર્વાહ, યુદ્ધમાં રણભૂમિ પરથી કાયરતાપૂર્વક ભાગી ન જવું અને મરણપર્યંત વીરતાપૂર્વક લડવું તેમજ લૌકિક
વ્યવહારમાં નીતિમાર્ગમાં ટકાવી રાખનાર ‘લજા' નામનો ગુણ છે. આજકાલ જુવાનીયાઓ નિર્લજરીતે વર્તતા હોય ત્યારે સાંભળ્યું ન સાંભળ્યું કરીને, જોયું ન જોયું કરીને વડીલોને માટે શરમથી માથું ઝુકાવવાનો જમાનો આવ્યો છે. ટી.વી. ઉપર બિભત્સ દષ્યો બાપ-દિકરી, શ્વસુર તેમજ પુત્રવધુ સાથે બેસીને જોઈ પણ ન શકે અને જોવાથી કુટુંબની માન-મર્યાદા કેટલી સચવાશે અને આવા કુસંસ્કારો કુમળા બાળકો પર પડતાં મોટા થઈ ક્યાં જઈને અટકશે એ જોવાની નથી સરકારને ફરસદ કે સેન્સર બોર્ડના અધિકારીઓને ટી.વી.ના બધા કહેવાતા મનોરંજન પ્રોગ્રામની આચારસંહિતા બનાવવાની ખાસ જરૂર છે. સરકારની Liberlisation તેમજ economic reforms ની બધી યોજનાઓ સફળ થશે તો પણ પ્રા કદી આ વાતાવરણમાં સુખી થવાની નથી. ભારતની પુરાણી સંસ્કૃતિ તેમજ પ્રણાલિકા રસાચવી રાખવા એક ખાસ પ્રધાનની નિમણૂક કરવાનો સમય પાકી ચૂક્યો છે. થોડોક પણ વિલંબ વિનાશને મોંતરશે.
સ્ત્રીઓના રોજબરોજ પહેરવેશની બદલાતી aિshion માટે, એક લેખકે કહ્યું છે કે: "All, fashions are attributable to adjustments of womens' outward desire to dress and inward desire to undress."
ગુજરાતીમાં કહેવત છે ‘પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં.' આમાં લજ્જા ગુણનીજ વાત છે. લજજાનામના આ ગુણમાં ધીરજ, માન, મર્યાદા, વિનય (respect for others) સ્વમાન (self-respect) સભ્યતા, સંયમ (self control વિવેક અને સૌથી વધુ બુદ્ધિમતાનો સાર રહેલો છે. લજ્જા માતાની પેઠે અનેક ગુણોની જનની છે અને તેમનું જતન કરનારી છે.
લજજાના શેરડા જેના મુખ પર છવાઈ ગયેલ છે અને જેનો પહેરવેશ મર્યાદાયુકકત છે એવી એક નમણી સ્ત્રી અને બીજી બાજ નિર્લજ અને પોતાના શરીરના અવયવોનું પ્રદર્શન કરતી હોય તેવી અર્ધનગ્ન પહેરવેશયુક્ત સ્ત્રી અને તે બંનેની મુખાકૃતિના નમુના માનસશાસ્ત્રીઓના અભ્યાસની પ્રયોગશાળામાં પૃથ્થકરણ (analysis) માટે મોકલી તેનો રીપોર્ટ તૈયાર કરવામાં આવે તો “સૌંદર્યનું સાચું સ્વરૂપ' એ વિષય પર અમૂલ્ય નિબંધની ગરજ સારે.
"Beauty is skin deep somebody said. The other said no. 'It is stainless soul within, that outshines the sairest skin."
"All the beauty treatments in chris'tendom won't improve their looks half so much as would a heartful of forgiveness, tenderness and love"!
- Dale Carnagic How to stop worrying and start living' pagc-144.
- ૯૮ -