________________
વાસને વિષે આસક્ત થતા નથી. જે સંસારમાં મનુષ્ય આ ધન મારું છે, આ ઘર મારું છે, આ પુત્ર અને સ્ત્રી વિગેરે તથા અશ્વાદિક મારૂં છે.” આ પ્રમાણેના વિષયને લીધે–વિપરીત બુદ્ધિને લીધે વારંવાર તેમને ઘણું દુઃખ પ્રાપ્ત થયાં છે, તે પણ તેઓ મિથ્યા–અસત એટલે પિતાના વિકલ્પથી જ કલ્પના કરેલાં મૃગતૃષ્ણની જેવાં અને અવિદ્યમાન એવા સાતા સુખના અભિમાનને–સુખીપણાના અભિમાનને ધારણ કરતાં છતાં તેમાં નિવાસ કરે છે. અર્થાત્ સુખ નહીં છતાં પણ સુખની ભ્રાંતિવાળા થાય છે. ૮૨.
આ સંસાર કારાગ્રહ (કેદખાનું) છે એમ ચિંતવન કરવું, તે કહે છે –
प्रियानेहो यस्मिन्निगडसदृशो यामिकभटोपमः स्वीयो वर्गो धनमभिनवं बन्धनमिव । मदामेध्यापूर्ण व्यसनबिलसंसर्गविषम
भवः कारागेहं तदिह न रतिः क्वापि विदुषाम् ॥ ८३ ॥ મૂલાર્થ—જે સંસારરૂપી કારાગૃહમાં પ્રિયાપરને સ્નેહ નિગડ-બેડી સમાન છે, પુત્રાદિક પરિવાર પહેરેગીર દ્ધાસમાન છે, અને દ્રવ્ય નવીન બંધન સદશ છે, તથા જે કારાગૃહ મદરૂપી અશુચિએ કરીને ભરેલું છે, અને વ્યસનરૂપી બિલેના સંસર્ગથી ભયંકર છે, એવા આ સંસારરૂપી કારાગૃહમાં વિદ્વાન પુરૂષને કઈ પણ સ્થાને રતિ-પ્રીતિ ઉત્પન્ન થતી જ નથી. ૮૩.
ટીકાર્થ–હે પ્રાણુ! હમણું કહેવાતા હેતુથી આ સંસાર, કારાગૃહ એટલે અપરાધીઓને નિરોધ કરવાનું ગૃહ (કેદખાનું) છે એમ તું જાણે તેવા કારાગૃહ રૂપ હોવાથી આ ભવને વિષે વિદ્વાનોને એટલે
ત્યાકૃત્યનું વિવેચન કરવામાં પંડીત એવા પુરૂષોને કઈ પણ સ્થાને રતિ-પ્રીતિ ઉત્પન્ન થતી નથી. જે ભવરૂપી કારાગૃહમાં સ્ત્રીઉપરનો જે પ્રેમ તે નિગડ-બેડી સદશ છે. તે બેડીમાં પડેલાથી નાશીને અન્યત્ર જઈ શકાતું નથી, માટે પ્રિયાના સ્નેહને નિગડની ઉપમા આપી છે. તથા પોતાને જે પુત્રાદિક પરિવાર વર્ગ તે પહેરેગીર સુભટ જેવો છે. અર્થાત પરિ. વારથી વીંટાએલો પુરૂષ નાશીને સંસારથી દૂર જઈ શકતા નથી, તેથી તેને પહેરેગીરની ઉપમા આપી છે. તથા ધન-દ્રવ્ય એ નવીન–અપૂર્વ રજુ આદિકના બંધનરૂપ છે, ધનની આશામાં બંધાયેલે પુરૂષ
Aho ! Shrutgyanam