SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૧ ) ટીકર્થ છે પ્રાણી ! તે કારણ માટે એટલે ભયનું કારણ હોવાને લીધે આ સંસારરૂપી સમુદ્રમાં કેને ભય ઉત્પન્ન ન થાય? સર્વ વિવેકી પ્રાણીને ભય ઉત્પન્ન થાય છે. કેમકે તે ભવસાગરમાં એક તરફ જોઈએ છીએ તો દસહ એવો કામદેવરૂપી વડવાનલ સર્વ દિશાઓમાં પ્રદીપ્ત દેખાય છે. જેમ સમુદ્રમાં રહેલે વડવાનલ જળનું શોષણ કરવાથી સંતાપને હેત છે તેમ સંસારમાં ઉત્કૃષ્ટ પ્રશમ સુખનું શોષણ કરનાર કામદેવ છે, વળી બીજી બાજુએ શબ્દાદિક પાંચ વિષયોરૂપી દર્તવ્ય પર્વતના શિખર પરથી તુટી પડેલા-જુદા પડેલા દઢ આસક્તિરૂપ મોટા પથ્થરે પડે છે–વ્યાઘાતકારી થાય છે. જેમ સમુદ્રમાં જતા મનુને પર્વતથી પડતા પથ્થર (ખડકે) અનેક ઉપદ્રવાના હેતુ થાય છે તેમ સંસારસાગરને સામે કાંઠે જનારા ભવ્ય પ્રાણીઓને વિષયે વ્યાઘાતકારી થાય છે. કેમકે વિષયી પુરૂષે ભવનું ઉલ્લંઘન કરી શકતા નથી. વળી બીજા પ્રદેશમાં જોઈએ તે વિકારરૂપ-આત્મસ્વભાવના ત્યાગરૂપ નદીના સંગમે-આલિંગને ઉત્પન્ન કરેલે ક્રોધરૂપી આવર્ત-જળભ્રમણ એટલે ધન આવેશ દેખાય છે. જેમ સમુદ્રમાં નદીએ કરેલા આવર્તે પ્રયાણ ભંગ કરે છે–રોકે છે, તેમ ભવસાગરના પરતીરે જવામાં પણ ક્રોધાદિક વિઘકારક છે. સંસારમાં વસનારને ક્રોધની ઉત્પત્તિ અવશ્ય થાય છે, માટે તેનાવડે પણ આ ભવસાગર ભયંકર છે. ૭૭. આ સંસાર અગ્નિરૂપ છે. તે કહે છે प्रिया ज्वाला यत्रोद्वमति रतिसंतापतरला कटाक्षान् धूमौघान् कुवलयदलश्यामलरुचीन् । अथांगान्यंगाराः कृतबहुविकाराश्च विषया दहन्त्यस्मिन् वह्नौ भववपुषि शर्म व सुलभम् ॥ ७८ ॥ મૂલાર્થ-જે સંસારરૂપ અગ્નિમાં રતિરૂપ સંતાપવડે ચપળ એવી પ્રિયારૂપી વાળા કમળના પત્ર જેવી શ્યામ કાંતિવાળા કટાક્ષરૂપી ધૂમસમૂહને ઉદ્વમન કરે છે–બહાર કાઢે છે; તથા ઘણા વિકારને કરનારા વિષરૂપી અંગારા અંગને બાળી નાખે છે, તેવા આ સંસારસ્વરૂપ અગ્નિમાં કયે સ્થાને સુખની સુલભતા છે? કયાંઈ પણ નથી. ૭૮. • ટીકાર્ચન્હે આત્મા! આ પ્રત્યક્ષ દેખાતા, સંસાર જ છે શરીર જેનું એવા અગ્નિને વિષે એટલે સંસારરૂપી અગ્નિને વિષે સુખ કયે ઠેકાણે સુલભ છે? કેઈપણ સ્થાને સુખ છે જ નહીં. કેમકે જે સંસાર Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy