________________
૩૫ ) કાર્ય–જેમ કમળને વિષે હિમબરફ ઉપદ્રવરૂપ છે, એ પ્રમાણે સર્વત્ર ઉપદ્રવ શબ્દનો સંબંધ જાણુ. જેમ શરીરને વિષે વ્યાધિ, જેમ વનને વિષે-વૃક્ષસમૂહને વિષે અગ્નિ, જેમ દિવસને વિષે રાત્રી, જેમ શાસ્ત્રને વિષે મૂર્ખતા એટલે શાસ્ત્ર ભણ્યા છતાં જડતા તથા જેમ સુખને વિષે કલહ (કંકાસ) ઉપદ્રવકારક છે; તેમ ધર્મને વિષે એટલે ધર્મના ફળની પ્રાપ્તિને વિષે દંભ-માયાવીપણું ઉપદ્રવકારક છે–વિનાશના કારણરૂપ છે. ૬૪.
આરંભની પ્રવૃત્તિ કરતાં પણ દંભ ત્યાજ્ય છે, તે કહે છેअत एव न यो धर्तु मूलोत्तरगुणानलम् । युक्ता सुश्राद्धता तस्य न तु दंभेन जीवनम् ॥ ६५ ॥ મૂલાર્થ–એજ કારણ માટે જે સાધુ મૂળ તથા ઉત્તર ગુણેને ધારણ કરવા સમર્થ ન હોય, તેને સત્ શ્રાવકપણું જ યુક્ત છે, પણ દંભવડે જીવવું યુક્ત નથી. ૬૫.
ટીકાર્ચ–એજ કારણ માટે-દંભવડે ધર્મ ફળીભૂત થતું નથી એ શાસ્ત્રને સિદ્ધાન્ત છે (પરમાર્થ છે) માટે જે મુનિ ધર્મવૃક્ષના મૂળભૂત-સ્કંધભૂત પાંચ મહાવ્રતરૂપ મૂળ ગુણનું તથા ધર્મવૃક્ષની શાખારૂપ મૂળગુણની વૃદ્ધિ કરનારા પિંડવિશુદ્ધાદિક ઉત્તર ગુણોનું પાલન કરવામાં સમર્થ ન હોય, તેને દોષરહિત શ્રાવકપણું-દેશવિરતિપણું અંગીકાર કરવું યુક્ત છે. પરંતુ દંભવડે-કપટ વૃત્તિએ એટલે પિતાનાં દેષના આચ્છાદન વડે જીવવું–મુનિપણના વેશમાં રહીને આજીવિકા કરવી ગ્ય નથી. અર્થાત ભ્રષ્ટપણે ચારિત્ર પાળવા કરતાં શ્રાવક ધર્મ પાળ એ શ્રેષ્ઠ છે. ૬૫.
અહીં કેઈને શંકા થાય કે–એમ કરવાથી વ્રતના પાલનમાં અશકત એવા સર્વેને દીક્ષાનો ત્યાગ પ્રાપ્ત થશે? તે ઉપર સમાધાન કરે છે કે એમ નહીં થાય, તેજ બતાવે છે–
परिहर्तुं न यो लिंगमप्यलं दृढरागवान् । संविज्ञपाक्षिकः स स्यान्निर्दभः साधुसेवकः ॥ ६६ ॥
મૂલાઈ–જિનશાસનને વિષે અત્યંત રાગવાળ જે મુનિ લિંગ(વેષ)નો ત્યાગ કરી ન શકે તે તેણે દંભરહિત, સાધુને સેવક થઈ સંવિણ પાક્ષિક થવું. ૬૬.
ટીકાર્ય–જે મુનિજન દઢરાગી–જિનેશ્વર અને જિનશાસનને વિષે બહુ ભક્તિમાન છત પચ્ચખાણ કરેલા હેવાથી શાસનની હીલ
Aho! Shrutgyanam